એકદમ નવા કલેક્શન સાથે મોરબીના જય દ્વારકાધીશ હોલમાં બ્રાન્ડેડ સેલ: બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ
કચ્છના પ્રખ્યાત જલારામ વડાપાઉંનો આજથી મોરબીમાં શુભારંભ : 25 થી વધુ વેરાયટી માટે આકર્ષક ઓફર
SHARE









કચ્છના પ્રખ્યાત જલારામ વડાપાઉંનો આજથી મોરબીમાં શુભારંભ : 25 થી વધુ વેરાયટી માટે આકર્ષક ઓફર
સ્વાદપ્રિય મોરબીની જનતાને વડાપાઉંની એક્સક્લુઝીવ આઇટમો જલસો કરાવી દેશે: ચીઝ ભૂંગળા બટેટા, ચીઝ ભેળ પણ ઉપલબ્ધ: હાઇજેનિક અને ટેસ્ટી ફૂડનો એક વખત સ્વાદ માણવા જેવો
કચ્છ-ભુજના પ્રખ્યાત જલારામ વડાપાઉં મોરબીની સ્વાદપ્રિય જનતા માટે આજથી મોરબીમાં પણ મળવા લાગશે અને એક કે બે નહીં પરંતુ એકથી એક ચડિયાતા 25 થી વધુ પ્રકારના વડાપાઉં, ચીઝ ભૂંગળા બટેટા અને ચીઝ ભેળની વેરાયટીમાં પ્રથમ દિવસે ગ્રાહકોને આકર્ષક ઓફર પણ આપવામાં આવી છે
મોરબીના ગ્રુપ ઓફ એલોન્ઝા ઇન્ટરનેશનલના યુવા ઉદ્યોગપતિઓ માનવભાઈ કોઠારી, સાગરભાઈ વાગડીયા, મિહિરભાઈ પોપટ અને દક્ષભાઈ કોટક દ્વારા સ્વાદપ્રિય મોરબીની જનતા માટે ફૂડમાં કંઈક નવું આપવા માટે જલારામ વડાપાઉંનો આજથી મોરબીમાં શુભારંભ કરી રહ્યા છે અને આ શોપ રવાપર રોડ ઉપર ઇન્ડુસીન્ડ બેન્કની સામે, રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં આવેલ સાધના કોમ્પ્લેક્ષમાં દુકાન નં-2 ખાતે કાર્યરત કરવામાં આવી છે.
મોરબીના લોકો માટે ખાસ ઓફર પણ ઓપનિંગની સાથે આપવામાં આવી છે જેમાં પહેલા દિવસે જલારામ વડાપાઉં ખાતે બનાવવામાં આવતી 25 કરતાં વધુ વેરાયટીમાંથી કોઇપણ એકની આઇટમની ખરીદી ઉપર એક આઇટમ ફ્રી માં આપવામાં આવશે અને જલારામ વડાપાઉં કચ્છ-ભુજમાં પ્રખ્યાત વડાપાઉં છે. તે અહીં ગ્રાહકને મળશે અત્યાર સુધી 8 જેટલી ફ્રેન્ચાઇઝી હતી આજથી મોરબીમાં પણ તેની ફ્રેન્ચાઇઝી સાથે શોપને શરૂ કરવામાં આવેલ છે.
અહીં ચીઝ લેયર વડાપાઉં, ક્રિસ્પી મસાલા વડાપાઉં, તુફાની વડાપાઉં, પીઝા વડાપાઉં, 8 ફ્લેવર્સના વડાપાઉં બાઇટ્સ સહિત કુલ 25 થી પણ વધુ પ્રકારના વડાપાઉં મળશે. આ ઉપરાંત ચીઝ ભેળ અને ચીઝ ભૂંગળા બટેટા જેવી એકદમ નવી વેરાયટી પણ મળશે. વધુમાં પહેલા દિવસે ગ્રાહકોને ખાસ ઓફર પણ આપવામાં આવી છે ત્યારે આ મોકો ચૂકવા જેવો નથી તો એક વખત આ હાઇજેનિક અને ટેસ્ટી વડાપાઉંનો સ્વાદ ચાખવા મોરબી શહેર અને જિલ્લાના લોકોને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને વધુ વિગત માટે મો.નં. 95372 11134 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
