મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મજૂરે ટીપ આપતા રાજસ્થાની ગેંગે આપ્યો ચોરીની ઘટનાને અંજામ


SHARE







મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડના શેડમાં વેપારી દ્વારા જીરૂનો જથ્થો મૂકવામાં આવ્યો હતો જે 117 પણ જીરૂની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વેપારી દ્વારા  મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર લાખના માલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ચોરીના આ ગુનામાં જે વેપારીની માલની ચોરી થયેલ હતી તેના એક મજુર સહિત કુલ ચાર આરોપીની ધરપકડ કરીને તમામ મુદામાલ રીકવર કરેલ છે

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા રમેશભાઇ ચુનીલાલ દેત્રોજા (૫૨)એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતુ કે મોરબી શહેરના રોડ પર આવેલ માર્કેટયાર્ડમાં શેડની અંદર તેના 39 કોથળા જેમાં 117 મણ જીરૂનો જથ્થો ભરેલો હતો તે કોઈ અજાણ્યા શખ્સે ગત તા. 31 ના રોજ રાત્રી દરમ્યાન ચોરી કરી ગયેલ છે જેથી કરીને ચાર લાખ રૂપિયાની કિંમતના જીરૂની ચોરી થયેલ હોય ભોગ બનેલા વેપારી દ્વારા  ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને  મોરબી માર્કેટ યાર્ડની અંદર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોરને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી દરમ્યાન આ ગુનામાં વેપારીને ત્યાં વર્ષોથી કામ કરતો મજુર સંડોવાયેલ હોવાની માહિતી સામે આવી હતી જેના આધારે પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી અને ચોરીના આ ગુનામાં ડુંગરારામ ખેતારામ સુથાર રહે. રાજસ્થાન, જગદીશરામ ગંગારામ ચૌધરી રહે બાડમેર, ચુન્નારામ રતનરામ ચૌધરી રહે. બાડમેર અને તગારામ નરસિંગરામ સઉ રહે. બાડમેર વાળા ની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ ચાર લાખ રૂપિયાની કિંમતના જીરા નો જથ્થો તેમજ ચોરીના કામે વપરાયેલ બોલેરો ગાડી આમ કુલ મળીને પોલીસ દ્વારા 6.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે વધુમાં પોલીસે જણાવ્યું છે કે ચોરીની આ ઘટનામાં પકડાયેલા જગદીશરામ ગંગારામ ચૌધરી જે વેપારીના માલની ચોરી થઇ હતી  તેની સાથે વર્ષોથી કામગીરી કરતો હતો અને તેણે ચોરી માટે થઈને ટીપ આપી હતી.જેના આધારે અન્ય ત્રણ શખ્સોએ મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હાલમાં પોલીસે આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News