મોરબી નજીક હાઇવે ઉપર ડ્રાઇવર અને ક્લીનરો માટે મેડિકલ કેમ્પ યોજાયો
પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા: મોરબી જીલ્લામાં સોના ચાંદી, રોકડ અને વાહન બાદ હવે બકરાની ચોરી
SHARE









પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા: મોરબી જીલ્લામાં સોના ચાંદી, રોકડ અને વાહન બાદ હવે બકરાની ચોરી
(શાહરુખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોની અંદર લોકોના ઘર, દુકાન, કારખાના અને વાહનો સલામત નથી તેવો ઘાટ છેલ્લા ઘણા દિવસોથી જોવ મળી રહયો છે અને તસ્કરો દ્વારા સોના-ચાંદીના દાગીના, વાહનો, ખાદ્ય વસ્તુઓ સહિતના માલ સામાનની ચોરીઓ કરવામાં આવી રહી છે અને જુદી જુદી જગ્યાઓ પર ચોરીની ઘટનાઓ સામે આવી છે તેમાંથી એક પણ ચોરીનો ભેદ ઉકેલાયો નથી અને ચોર પકડાયેલ નથી દરમિયાન વાંકાનેર શહેરમાં ગાયત્રી મંદિર રોડ ઉપર રહેતા માલધારીના બકરાની રાત્રી દરમિયાન ચોરી કરવામાં આવેલ છે અને અજાણી ગાડીમાં આવેલા શખ્સ દ્વારા કુલ મળીને સાત બકરાની ચોરી કરવામાં આવી હોય તે અંગેની જાણ વાંકાનેર શહેર પોલીસને કરવામાં આવી છે જેથી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી જોકે હજુ સુધી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાઈ નથી
મોરબી જિલ્લો છેલ્લા ઘણા સમયથી રામભરોસે હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કારણકે તસ્કરો બેફામ બનીને જ્યાં ત્યાં ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે તેમજ લોકો દ્વારા ઉજાગરા કરવામાં આવે છે તો પણ ચોરીની ઘટના ઉપર બ્રેક લાગી નથી અને અત્યાર સુધીમાં હળવદ, વાંકાનેર, માળીયા અને મોરબી વિસ્તારમાં ચોરીની ઘણી ઘટનાઓ બની છે પરંતુ તસ્કરો હજુ સુધી પોલીસને હાથે લાગ્યા નથી તેવામાં વાંકાનેર શહેરની અંદર આવેલ ગાયત્રી મંદિર રોડ ઉપર રહેતા લીલાભાઈ ગોલતરના બકરા તેઓ જયા સૂતા હતા ત્યાં રાતના સમયે બેઠા હતા દરમિયાન રવિવારે રાત્રિના સમયે ત્રણેક વાગ્યાના અરસામાં આવેલ અજાણી કારના ચાલક દ્વારા તેના સાત જેટલા બકરાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવની વાંકાનેર શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસને ગઇકાલે સવારે બનાવની જાણ કરી હતી તો પણ પોલીસે મોડી રાત્રે માલધારી પાસે પહોંચી હતી અને જો કે, આ બનાવ અંગે હજુ સુધી વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ લેવામાં આવી નથી અને સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે માલધારીને અંદાજે ૭૦ હજાર રૂપિયાથી વધુનું નુકસાન થયેલ છે અને બકરાની ચોરી કોણ કરી ગયું તે સવાલ ઊભો જ છે ત્યારે માલધારી પાસેથી ફરિયાદ લેવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે
