મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર (પીલુડી) ગામે ઘરમાંથી ૮૨ બોટલ દારૂ ઝડપાયો : બુટલેગરની શોધખોળ


SHARE

















મોરબીના વાઘપર (પીલુડી) ગામે ઘરમાંથી ૮૨ બોટલ દારૂ ઝડપાયો : બુટલેગરની શોધખોળ

મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરની અંદરથી ૮૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૪૨,૬૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ઘરધણી હાજર ન હોવાથી તેને પકડવા માટે થઈને તેની સામે ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે રહેતા વિરેન્દ્રસિંહ તખુભા ઝાલાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા તેના ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી.ત્યારે કુલ મળીને ૮૨ બોટલ દારૂ તેના ઘરમાંથી મળી આવ્યો હતો જેથી પોલીસે ૪૨,૬૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વિરેન્દ્રસિંહ ઝાલા રેડ કરવામાં આવી ત્યારે ઘરે હાજર ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ગળેફાંસો ખાઈ લેતા સારવારમાં

મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા હાર્દિક કાનજીભાઇ મકવાણા (૨૫) નામના યુવાને મોડીરાત્રીના તેના ઘેર ચુંદડી વડે ગળેફાંસો ખાવા પ્રયાસ કર્યો હતો.તે દરમિયાનમાં તેના પિતા જોઇ જતાં તેને નીચે ઉતારીને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ ગયા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં ખૂલ્યું હતું કે પિતા દ્વારા હાર્દીકને કામ ધંધા બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો.જે વાતનું મનમાં લાગી આવતા તેણે ઉપરોકત પગલું ભર્યું હતું..!

મારામારીમાં ધરપકડ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારના જોન્સનગર શેરી નંબર ૧૧ માં રહેતા સાહીલ અસગર જેડા જાતે મિયાણા નામના ૨૦ વર્ષીય શખ્સની એ-ડિવીઝન પોલીસ મથકના એ.એમ. ઝાપડિયા દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેઓના જણાવ્યા પ્રમાણે થોડા દિવસો પહેલાં લાતી પ્લોટ વિસ્તારમાં શેરીમાંથી પુરઝડપે બાઈક લઈને નિકળવા બાબતે થયેલ બોલાચાલીમાં ઝઘડો અને બાદમાં મારામારી થતા મારામારીના બનાવમાં સાહિલ જેડાની ધરપકડ કરવામાં આવી હતી.




Latest News