મોરબીના વાઘપર (પીલુડી) ગામે ઘરમાંથી ૮૨ બોટલ દારૂ ઝડપાયો : બુટલેગરની શોધખોળ
માળીયા (મી)ના વેજલપર ગામે યુવતીને સગાઈ કરવા માટે પિતા-પુત્રની ફોન ઉપર ધમકી
SHARE









માળીયા (મી)ના વેજલપર ગામે યુવતીને સગાઈ કરવા માટે પિતા-પુત્રની ફોન ઉપર ધમકી
માળીયા (મી) તાલુકાના વેજલપર ગામે રહેતી યુવતીને ફોન ઉપર સગાઇ કરવા માટે થઈને દબાણ કરીને ધમકી આપવામાં આવતી હતી અને તેનું અપહરણ કરીને બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલી યુવતી દ્વારા હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પિતા-પુત્રની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે માળીયા (મી) તાલુકાના વેજલપર ગામે રહેતા અને સસ્તા અનાજની દુકાન ધરાવતા શ્વેતાબેન કાંતિભાઈ કૈલા (ઉંમર ૨૩) નામની યુવતીને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા અજયભાઈ ભરતભાઈ ભોરણીયા અને તેના પિતા ભરતભાઈ દેવજીભાઈ ભોરણીયા દ્વારા સગાઈ કરવા માટે ધમકીઓ આપવામાં આવતી હતી અને યુવતીના પિતાના ફોન ઉપર ફોન કરીને પણ સગાઇ કરવા બાબતે ધમકી આપવામાં આવતી હતી. આટલું જ નહીં પરંતુ યુવતીને તેણીનું અપહરણ કરીને ભગાડી જઇ તેને બદનામ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલી યુવતી દ્વારા હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પિતા-પુત્રની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૭ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
કારખાનામાં આગથી નુકશાન
મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર લાલપર ગામની સીમમાં આવેલ પ્લેટીના વિટ્રીફાઇડ નામના યુનીટમાં ફીડર વિભાગમાં પ્રેસ મશીનમાં આગ લાગી હતી.જેમાં ઓઈલ સર્ક્યુલેશન ઇલેક્ટ્રિક મોટરમાં સ્પાર્ક થતા લાગેલી આગમાં ત્રણ પ્રેસ મશીનો, ત્રણ ફીડર તેમજ અન્ય મશીનરીમાં આગ લાગી જતા નુકશાની થઇ હતી જેથી કરીને કારખાનેદાર દિલીપ મોતીભાઇ મેંદપરા જાતે પટેલ (૫૭) રહે.સુભાષનગર રવાપર રોડ મોરબી મૂળ રહે. કાંતિપુર વાળાએ તાલુકા પોલીસમાં ઉપરોક્ત બાબતે જાણ કરતા પોલીસે નોંધ કરીને તપાસ શરૂ કરી હતી.
દવા પી લેતા સારવારમાં
મોરબીના શકત શનાળા ગામના રહેવાથી જગદીશભાઈ નાનજીભાઈ કોઠીયા નામના ૪૮ વર્ષીય યુવાને જેપુરથી ખીજડીયા જતા રસ્તે પુલીયા નજીક કોઈ અજાણી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સીરવાર માટે લાવવામાં આવ્યા હતા. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના વીસીપરામાં સ્મશાન નજીક થયેલી મારામારીના બનાવમાં ઇજાઓ થતા યુસુફ કાસમભાઈ (૪૪) રહે. માળિયા મિંયાણા નામના યુવાનને ઈજાઓ પહોંચી હતી જેથી કરીને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
