માળીયા (મી)ના વેજલપર ગામે યુવતીને સગાઈ કરવા માટે પિતા-પુત્રની ફોન ઉપર ધમકી
મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા સમુહ લગ્નોત્સવ-યજ્ઞોપવિત સંપન્ન
SHARE









મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા સમુહ લગ્નોત્સવ-યજ્ઞોપવિત સંપન્ન
છેલ્લા ૩૮ વર્ષથી મોરબીમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું આયોજન કરેલ હતું અને સમસ્ત બ્રહ્મસમાજના દિકરા અને દિકરીઓ સમુહ લગ્નોત્સવ તથા સમુહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજાયો હતો તેના માટે સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર સહિતના હોદેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે આવેલ ઔદિચ્ય બ્રાહ્મણની ભોજન શાળા ખાતે સમુહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે દીકરીઓના લગ્ન અને ૨૨ બટુકોને યજ્ઞોપવિત આપવામાં આવી હતી ત્યારે ધાર્મિક વિધિ શાસ્ત્રી વિમલભાઈ જોશી, શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા અને શાસ્ત્રી આશિષભાઈ મહેતા દ્વારા કરાવવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મા સમાજની વિવિધ પાંખના હોદેદારો સહિતના આગેવાનો તરફથી પણ સહકાર મળ્યો હતો તેવું સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા અને મધુસુદનભાઇ ઠાકરે જણાવ્યુ છે
