માળીયા (મી)તાલુકામાં ૧૦૫ કરોડના ખર્ચે ચાર રોડ મંજુર કરાવતાં રાજય મંત્રી બ્રિજેશ મેરજા
માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને માથાભારે શખ્સોના ત્રાસથી કંટાળીને ઈચ્છા મૃત્યુ માટે કરી અરજી !
SHARE









માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને માથાભારે શખ્સોના ત્રાસથી કંટાળીને ઈચ્છા મૃત્યુ માટે કરી અરજી !
માળીયા (મી) તાલુકાના બગસરા ગામે રહેતા અને મીઠાના અગરમાં કામ કરીને રોજીરોટી મેળવતા યુવાનને માથાભારે શખ્સોનો ત્રાસ છે જેથી કરીને તેને પોલીસમાં અરજી કરી હોવા છતાં પણ તેનો ત્રાસ યથાવત છે જેથી કરીને આ ત્રાસથી કંટાળીને યુવાને ઇચ્છા મૃત્યુની મંજુરી માંગી છે જેથી કરીને અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠી રહયા છે
માળીયા (મી)ના બગસરા ગામે રહેતા વાઘેલા કિશોરભાઈ સુજાભાઈએ કલેકટરને અરજી આપીને મુખ્યમંત્રી તેમજ ગુહમંત્રીને રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યું છે કે, બગસરા ગામે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં કલેકટર દ્વારા મીઠાનું ઉત્પાદન કરવા ખરાબાની જગ્યા ફાળવી દેવામાં આવી હતી જો કે, જૂસબ આમદ મિયાણા, ઉમર અલાયા જેડા, તાજમામદ ઉમર જેડા, હુશેન કાસમભાઇ સાંધવાણી અને દડો ઇકબાલ આમદ અને જૂસબનો ભત્રીજો સામે લેન્ડ ગ્રેબીગની અરજી કરી હતી. જેની કો તપાસ કરવામાં આવી નથી અને પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે ટીપી પણ એફઆઇઆર કરવાના બદલે ચેપ્ટર કેસ કરીને કોઈ કાર્યવાહી કરેલ નથી જેથી કરીને યુવાને માથાભારે શખ્સોના ત્રાસથી કંટાળીને ૩૦ દિવસના કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવાની માંગ કરી છે.
