મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)તાલુકામાં ૧૦૫ કરોડના ખર્ચે ચાર રોડ મંજુર કરાવતાં રાજય મંત્રી બ્રિજેશ મેરજા


SHARE







માળીયા (મી)તાલુકામાં ૧૦૫ કરોડના ખર્ચે ચાર રોડ મંજુર કરાવતાં રાજય મંત્રી બ્રિજેશ મેરજા

મોરબી-માળીયા(મી.)ના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા આ વિસ્તારના જુદા જુદા ગામના રસ્તાઓ બાબતે સતત પ્રયાસો કરી રહ્યા છે જેના ફળ સ્વરૂપે માળીયા(મી.) તાલુકાના વવાણીયાથી બગસરા(ગ્રામ્ય માર્ગ), જાજાસરથી દેવગઢ(ગ્રામ્ય નોન પ્લાન માર્ગ), દેવગઢથી માળીયા(મી.)(ગ્રામ્ય નોન પ્લાન માર્ગ) અને જાજાસરથી બગસરા કાર્ટ ટ્રેક રસ્તાના અંદાજે ૧૦૫ કરોડના ખર્ચે ચાર રોડ મંજુર કરાવવામાં સફળતા મળી છે.


મોરબી માળીયા(મી.) પંથકમાં નોન પ્લાન રસ્તા હોય કે રીસરફેશના રસ્તાના કામો હોય તથા ટુ લાઇન બનાવવાના કે ફોરલાઇન રસ્તાઓ બનાવવાના હોઇ, આવાં રસ્તાઓને સંદર્ભે ક્ષેત્રિય ઇજનેરો પાસેથી માહિતી મેળવીને, વર્તુળ કચેરીથી માંડી સચિવાલય સુધી આવા કામોના સતત ફોલોઅપ કરતાં રહીને સમયમર્યાદામાં આ કામો મંજુર થાય તે માટે બ્રિજેશ મેરજા સતત જહેમત ઉઠાવી રહ્યા છે. આવી જ મહેનતના ભાગરૂપે મંજુર કરાયેલ આ ચાર રસ્તાઓ બદલ રાજયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી પરત્વે આભારની લાગણી બ્રિજેશ મેરજાએ વ્યકત કરી છે.




Latest News