માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને માથાભારે શખ્સોના ત્રાસથી કંટાળીને ઈચ્છા મૃત્યુ માટે કરી અરજી !
માળીયા મિંયાણાના નાની બરાર ગામે ઝેરી દવા પી લેતા મહિલાનું મોત
SHARE









માળીયા મિંયાણાના નાની બરાર ગામે ઝેરી દવા પી લેતા મહિલાનું મોત
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતા મહિલાએ આજે વહેલી સવારના કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેણીનું મોત નીપજ્યું હતું અને મૃતદેહને પીએમ માટે અહીંની સરકારી હોસ્પિટલે લાવવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રો તેમજ માળીયા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળીયા મિંયાણાના નાની બરાર ગામે રહેતા રૈયાબેન કરશનભાઇ ચાવડા નામના ૫૨ વર્ષીય મહિલાએ આજે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં તેઓના ઘેર ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેઓનું મોત નિપજતા મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બાદમાં હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે મૃતક રૈયાબેન ચાવડા છેલ્લા પંદરેક વર્ષથી માનસિક બીમારીથી પીડાય રહ્યા હતા અને રાજકોટ ખાતે તેમની આ અંગે દવા પણ ચાલુ હતી દરમિયાનમાં આજે વહેલી સવારે તેઓએ તેમના ઘેર ઝેરી દવા પી લેતાં તેમનું મોત નિપજયુ હતુ.બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરાતાં હવે માળીયા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.
પતિએ માર મારતા સારવારમાં
મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ નજીક આવેલ ગ્રીનહીલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા વંદનાબેન જયેશભાઈ જોશી નામના ૪૩ વર્ષીય મહિલાને તેના ઘેર તેના પતિ દ્વારા માર મારવામાં આવતાં ઈજાગ્રસ્ત વંદનાબેનને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા મારામારીનાં આ બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મજુર સારવારમાં
મોરબીના નીચી માંડલ ગામ પાસેના સેરોન વિટ્રીફાઇડ નામના સિરામીક યુનિટમાં કામ દરમ્યાન લિફ્ટ માથા ઉપર પડતાં માથા તથા પેટના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં મદનલાલ (ઉંમર ૧૫) રહે.અખારામ રામસર જી.કરણું રાજસ્થાન નામના સગીર વયનાં બાળકને અત્રેની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
