મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સોખડા પાસે બાઈકમાં જતા દંપતીને ડમ્પરે હડફેટે લેતાં મહિલા રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીના સોખડા પાસે બાઈકમાં જતા દંપતીને ડમ્પરે હડફેટે લેતાં મહિલા રાજકોટ ખસેડાયા

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ સોખડા ગામ નજીક ડબલ સવારીમાં જઈ રહેલા દંપતીના બાઇકને અજાણ્યા ડમ્પર ચાલકે હડફેટે લેતા મહિલાને ઇજા પહોંચી હતી જેથી કરીને તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જુના નાગડાવાસ ગામના રહેવાથી હિરેનભાઈ રાઠોડ તથા તેમના પત્ની પ્રકૃતિબેન હિરેનભાઈ રાઠોડ (૨૨) બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે સોખડા ગામના પાટિયા પાસે તેઓના બાઇકને અજાણ્યા ડમ્પર ચાલકે હડફેટે લેતા પ્રકૃતિબેનને ઈજાઓ પહોંચી હતી જેથી કરીને તેઓને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પ્રકૃતિબેનને રાજકોટ ખસેડાયા હતા અને તાલુકા પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

બે ટ્રક અથડાયા

મોરબીના માળિયા મિયાણા અને સામખયારી વચ્ચે ટ્રક સાથે ટ્રક અથડાવાનો બનાવ બન્યો હતો તા.૧૪-૬ ના રાત્રી દરમિયાન સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં કચ્છ (ભુજ)ના સુખપર ગામના વતની નાજીરભાઈ સબિરભાઈ ખલીફા નામના ૨૨ વર્ષીય યુવાનને અહીં આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી આ અંગે માળીયા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ખરેડા ગામના રહેવાસી રતિલાલ છગનભાઈ ચાડમીયા નામના ૬૫ વર્ષિય વૃદ્ધ પોતાના પત્ની સાથે બાઈકમાં જતા હતા ત્યારે હળવદ રોડ ઉપરના ઉંચી માંડલ ગામ પાસે તેઓ બાઇકમાંથી પડી જતાં ઇજાગ્રસ્ત રતિલાલભાઈને સારવાર માટે અત્રેની મારુતિ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા 






Latest News