મોરબીમાં વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા સતવારા સમાજના યુવાનો
હળવદના રાણેક્પર રોડે સિધ્ધી વિનાયક સોસાયટીમાં પહેલા માળેથી નીચેપટકાયેલા ચાર વર્ષના બાળકનું સારવારમાં મોત
SHARE









હળવદના રાણેક્પર રોડે સિધ્ધી વિનાયક સોસાયટીમાં પહેલા માળેથી નીચે પટકાયેલા ચાર વર્ષના બાળકનું સારવારમાં મોત
હળવદ શહેરના રાણેક્પર રોડ ઉપર આવેલ સિધ્ધી વિનાયક સોસાયટીમાં પહેલા માળ પરથી ચાર વર્ષનો બાળક નીચે પડ્યો હતો જેથી તેને ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી જાણ કરવા માટે કવાયત કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના રાણેક્પર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં ગઈકાલે સવારે આઠ વાગ્યાના અરસામાં પહેલા માળ ઉપરથી ક્રિષ્ના બહાદુર મુનિયા (ઉંમર ૪) નામનો બાળક નીચે પટકાયો હતો જેથી કરીને તેને શરીરે ઇજાઓ થઇ હોવાથી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે આ બાળકને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા બાળકનું મોત નીપજ્યું હતું જેથી કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા આ બનાવની હળવદ પોલીસને જાણ કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે
ફિનાઇલ પીધું
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ રેલ્વે સ્ટેશનની સામેના ભાગમાં રહેતા નિલેશભાઈ જયેશભાઈ મકવાણા (૨૧) પોતાના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ પી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના સજનપર ઘુનડા રોડ ઉપરથી પસાર થતુ ડબલ સવારી બાઈક સ્લીપ થઈ ગયું હતું ત્યારે બાઈકમાં પાછળના ભાગે બેઠેલ ઠૂંગા વિપુલભાઈ રાણાભાઇ (ઉમર ૧૫) રહે. આનંદનગર સોસાયટી મોરબી વાળાને પેટ અને ખાભાના ભાગે ઈજા થઈ હતી જેથી તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
