સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

માળિયા-મિયાણાના ભેલા-બરાર વચ્ચે ડમ્પરના ચાલકે છકડો રિક્ષાને હડફેટે લેતા ઉપલેટાના આધેડનું મોત


SHARE

















ભેલા-બરાર વચ્ચે ડમ્પર ચાલકે છકડો રિક્ષાને હડફેટે લેતા ઉપલેટાના આધેડનું મોત

મોરબી જિલ્લાના માળીયા મિંયાણાની હદમાં આવેલા ભેલા અને બરાર ગામની વચ્ચે આજે સવારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઉપલેટાના રહેવાસી વૃદ્ધ કે જેઓ છકડો રીક્ષા લઈને જઇ રહ્યા હતા.ત્યારે તેઓની છકડો રીક્ષાને અજાણ્યા ડમ્પરના ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે વૃદ્ધનું મોત નીપજયું હતું અને ડેડબોડીને પીએમ માટે મોરબી ખસેડવામાં આવ્યુ હતુ.બનાવને પગલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકામાં આવતા ભેલા અને બરાર ગામ વચ્ચે આજે સવારે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જેમાં છકડો રિક્ષાને અજાણ્યા ડમ્પરના ચાલકે હડફેટે લેતાં છકડો રિક્ષા લઈને જઈ રહેલા મૂળ ઉપલેટાના રહેવાસી ઉમરશા પીનલશા શેખ નામના ૭૨ વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ.બનાવને પગલે મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને મૃતકના પરિવારજનોને ગોજારા બનાવની જાણ થતાં પરિવાર શોકમગ્ન બની ગયો હતો. બનાવ માળિયા પંથકમાં બનેલો હોય પોલીસે આ બનાવ સંદર્ભે આગળની તજવીજ હાથ ધરી છે.

મારામારીમાં બે ને ઈજા

મોરબીના રહેવાસી અમન હસનભાઈ ભટ્ટી (૨૦) અને મોહસીન બસીરભાઈ ભટ્ટી નામના બે યુવાનોને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી બંનેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઇ ચાવડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા શ્યામ રસિકભાઈ શિરોઈ નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ જતાં ઈજાગ્રસ્ત થયેલા શ્યામ રસિકભાઈને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

બાઈક સાથે બાઇક અથડાતા ઇજા

મોરબીના વજેપર મેઇન રોડ ઉપર હનુમાન મંદિર પાસે રહેતા દિલીપભાઇ રવજીભાઈ સોનગ્રા નામના ૭૦ વર્ષીય વૃદ્ધ ઉમિયા સર્કલ પાસેથી તેઓનું બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં અન્ય બાઇક ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી કરીને સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં દિલીપભાઈ સોનગ્રા નામના વૃદ્ધને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરાતાં પોલીસ દ્રારા નોંધ કરીને આગળની તપાસ શરુ કરવામાં આવેલ છે.




Latest News