સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના થોરાળા પાસે કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળે વીજશોક લગતા બાળકનું મોત


SHARE

















મોરબીના થોરાળા પાસે કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળે વીજશોક લગતા બાળકનું મોત

મોરબીના થોરાળા ગામના પાટિયા પાસે આવેલ કારખાનામાં લેબર કોલોનીમાં પહેલા માળ ઉપર ૧૦ વર્ષના બાળકને વીજકરંટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના થોરાળા ગામના પાટીયા પાસે આવેલ માઇકો કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા પપ્પુભાઈ ભીલ લેબર કોલોનીમાં નીચેના ભાગે વેલ્ડીંગ કામ કરી રહ્યા હતા ત્યારે ઉપરના ભાગે તેનો દીકરો રાહુલ (ઉંમર ૧૦) ચડી ગયો હતો અને ત્યાં તેને કોઈ કારણોસર વિજશોક લાગ્યો હતો જેથી રાહુલનું ઘટનાસ્થળ પર જ મોત નીપજયું હતું ત્યારબાદ તે બાળકના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલ કેડા સિરામિકના લેબર કવાર્ટરના નજીક અકસ્માતના બનાવમાં શુભમ બબલુભાઈ ભાલા નામના પાંચ વર્ષીય બાળકને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

મારામારીમાં ઇજા

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા મહેશ કરસનભાઈ સરૈયા જાતે કોળી (ઉમર ૨૫)ને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થઈ હતી જેથી મહેશભાઈ કરસનભાઈને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવેલ છે




Latest News