મોરબીના થોરાળા પાસે કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળે વીજશોક લગતા બાળકનું મોત
મોરબીમાં મશ્કરીમાં થયેલ જીવલેણ મારામારીના ગુનામાં બે આરોપીની ધરપકડ
SHARE









મોરબીમાં મશ્કરીમાં થયેલ જીવલેણ મારામારીના ગુનામાં બે આરોપીની ધરપકડ
મોરબી શહેરના જોન્સનગરમાં મામા અને ફઈના ભાઈ અંદરો અંદર મશ્કરી કરતા હતા અને ત્યારે મશ્કરીની બાબતે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા ઇજાગ્રસ્તોને મોરબી અને રાજકોટ સારવારમાં લઈ ગયા હતા અને બાદમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરીયાદ નોંધાવવાંમાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં એક ગુનામાં બે સગા ભાઇઓની ધરપકડ કરેલ છે અને સામેના પક્ષના ચાર આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
આ બનાવમાં લાતી પ્લોટ શેરી નં-૮ પાસે જોન્સનગર વાળા સાજીદભાઈ શબ્બીરભાઈ જેડાએ રફીક નુરમામદ જામ અને એજાજ નુરમામદ જામની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતુ કે, રફીક તેની મશ્કરી કરતો હોય મશ્કરી કરવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ઝપાઝપી કરી હતી અને ત્યાર બાદ બંને આરોપીએ મૂઢ માર માર્યો હતો અને ફરિયાદીને છરીનો ઘા છાતીમાં મારી દીધો હોવાથી તેના ઇજા થઇ હોય પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો અને સારવાર લઈને સાજિદે ફરિયાદ નોંધાવી જેથી પોલીસે આઇપીસી કલમ ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં આરોપી રફીક નુરમામદ જામ જાતે મિયાણાં (૨૮) અને એજાજ ઉર્ફે વનસાઈડ નુરમામદ જામ જાતે મિયાણાં (૨૮) રહે. બને જોન્સનગર વાળાની ધરપકડ કરેલ છે અને સામેના પક્ષેથી નોંધાવવામાં ફરિયાદના આધારે પોલીસે ચાર આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
