મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આઈ.ટી.આઈ.માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ


SHARE









મોરબી જીલ્લામાં આઈ.ટી.આઈ.માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ – ૨૦૨૨ માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી  ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ  ૫૦ રજીસ્ટ્રેશન ફી 1. Internet Banking. 2. Credit Card 3. UPI ID-UPI QR Code. 4. NEFT વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔદ્યોગિક  તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે.

આઈ.ટી..આઈ મોરબી ખાતે ૧૦:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી માટે તેમજ આઈ.ટી..આઈ વિશે માર્ગદશન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત છે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટેની છેલ્લી તા.૨૦ છે. વધુ માહિતી માટે  સંસ્થાની વેબ સાઇટ https://itimorbi.gujarat.gov.in/ ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (૪) જાતીનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) આધર કાર્ડ (૬) પાસપોર્ટ  સાઈઝ ફોટો (૭) બેંક પાસબૂક (મરજીયાત) (૮) આવકનો દાખલો  (૯) BPL (જો લાગુ પડતું હોય) સહિતના જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે. વધુ માહિતી માટે ૯૬૦૧૧૦૦૬૩૮, ૮૩૨૦૧૬૯૫૯૯, ૯૭૧૨૧૫૭૪૧૭ નંબર પર સંપર્ક કરવા મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.




Latest News