મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં આયુષ્યમાન ભારત યોજના સાત વર્ષની દિકરીની માતા માટે બની સંજીવની


SHARE









મોરબીમાં આયુષ્યમાન ભારત યોજના સાત વર્ષની દિકરીની માતા માટે બની સંજીવની

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જનસેવા અને લોકકલ્યાણના જે સંકલ્પ સાથે આયુષ્યમાન ભારત યોજના અમલ કરી તે સંકલ્પ ગરીબો અને જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે જેનું ઉદાહરણ બન્યા છે જિગિશાબેન તળાવીયા. મોરબી તાલુકાના રવાપર ગામાના વતની જિગિશાબેન કે જેમને કિડનીની બીમારી હતી અને દવાના ખર્ચના બોજા સામે પરિવાર જ્યારે નિ:સહાય બન્યું ત્યારે આયુષ્યમાન ભારત યોજના તેમના માટે આશાનું કિરણ બનીને આવી.

આ અંગે તેમની લાગણી વ્યકત કરતા એક બાળકની માતા જિગિશાબેન જણાવે છે કે, આ  યોજના ન હોત તો કદાચ આજે હું જીવિત જ ન હોત. પેટમાં દુખાવાને કારણે અમે રાજકોટ ગયા અને તપાસ પરથી જાણવા મળ્યું કે મારી બન્ને કિડની ખરાબ છે. જેથી ડાયાલીસીસની સારવાર લેવી પડે. અમે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાંથી સારવાર લીધી જ્યાં સારવારનો ખર્ચ ૩ લાખથી પણ વધુ થાય તેમ હતું. અમારી પરિસ્થિતિ એવી નથી કે આટલો ખર્ચ અમે કરી શકીએ. આ સંજોગોમાં આયુષ્યમાન ભારત યોજના અમારા માટે આશાનું કિરણ બનીને આવી. આજે હું ક્રિષ્ના હોસ્પિટલમાંથી ડાયાલીસસીસની સારવાર લઇ રહી છું જેનો કોઇપણ ખર્ચ અમારે ચૂકવવાનો થતો નથી. જેથી હું અને મારો પરિવાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના આભારી છીએ.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેમજ આયુષ્યમાન ભારત જેવી આરોગ્ય લક્ષી યોજનાઓ જિગિશાબેન જેવા અનેક  દર્દીઓ અને તેમના પરિવાર જનો માટે સહાયરૂપ બની છે. જેથી તેઓ ગંભીર બિમારીઓની નામાકિંત હોસ્પિટલમાંથી સારવાર લઇ શકે છે અને તે પણ તદ્દન મફત !. આઝાદીના અમૃત મહોત્સવ તથા ગરીબ કલ્યાણના વિવિધ કાર્યક્રમો થકી સરકાર દ્વારા ગરીબો તેમજ વંચિતો સુધી પહોંચી તેમની મુશ્કેલીઓ નિવારવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં યોજાયેલ ૮ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી તળાવીયા જિગિશાબેન મિલનભાઇને આયુષ્યમાન કાર્ડના ફાયદાઓ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

ઉલ્લેખનિય છે કે, આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સરકારી તેમજ PMJAY યોજનાની સાથે સંલગ્ન ખાનગી હોસ્પિટલોમાં હ્યદય, કિડની, કેન્સર વગેરેને લગતી બીમારીઓ નવજાત શીશુના રોગો, મગજના રોગો વિગેરેની સારવાર તદન મફત મળવાપાત્ર છે. જે માટે લાભાર્થીને કુટુંબ દિઠ કુલ રૂપિયા પ લાખની કેશલેસ સહાય મળવાપાત્ર છે. જેમાં આ યોજના અંતર્ગત સાભાર્થીએ PMJAY કાર્ડ કઢાવવાનું હોય છે. જેના માટે વાર્ષિક રૂ. ૪.૦૦ લાખથી ઓછી આવક તથા જે લાભાર્થી સીનીયર સીટીઝન હોય તો વાર્ષિક આવક રૂ. ૬.૦૦ લાખથી ઓછી હોવી જરૂરી છે. આ કાર્ડ કઢાવવા માટે આવકના દાખલા ઉપરાંત આધાર કાર્ડ તેમજ રેશનકાર્ડ રજૂ કરવું આવશ્યક છે. આ યોજના અંતર્ગત હવે વ્યકિતદિઠ કાર્ડ નીકળી શકે છે. લાભાર્થીઓ PMJAY કાર્ડ જિલ્લા સરકારી હોસ્પીટલ, સબડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સંલગ્ન ખાનગી હોસ્પીટલ, N-code કીઓસ્ક સેન્ટર, ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ સેન્ટર પરથી કાર્ડ કઢાવી શકાય છે.




Latest News