મોરબીમાં આયુષ્યમાન ભારત યોજના સાત વર્ષની દિકરીની માતા માટે બની સંજીવની
મોરબી જીલ્લામાં કોરોનાના નવા બે પોઝિટિવ કેસ નોંધાયા
SHARE









મોરબી જીલ્લામાં કોરોનાના નવા બે પોઝિટિવ કેસ નોંધાયા
મોરબી જીલ્લામાં ધીમેધીમે કોરોના કેસ વધી રહયા છે અને બુધવારે લેવામાં આવેલા સેમ્પલમાંથી કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે. બન્ને દર્દીઓ ગુજરાતની બહાર ગયા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી પણ સામે આવી છે.
મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યુ છે કે, જિલ્લામાં 392 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના ૫૧ વર્ષના મહિલા અને મોરબી તાલુકાના ૫૯ વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. અને તે બંને દર્દીએ કોરોના રસીના બંને ડોઝ લીધેલ છે. તેમજ મહિલા હરિદ્વાર અને પુરુષ અયોધ્યા તેમજ વારાણસી ગયેલ હોવાનું સામે આવ્યું છે જેથી કરીને બંને દર્દીઓને હોમ આઇશોલેશનમાં સારવાર હેઠળ રાખવામા આવેલ છે
