મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં વીજ ગ્રાહકોને ૨૦૦ યુનિટ વીજળી ફ્રી આપવાની માંગ


SHARE

















મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં વીજ ગ્રાહકોને ૨૦૦ યુનિટ વીજળી ફ્રી આપવાની માંગ

ગુજરાતમાં પ્રજાને સસ્તા દરે વીજળી મળે તે માટે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે અને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને ખાનગી કંપનીઓના પાપે ગુજરાતમાં લોકોને મોંઘી વીજળી મળી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે

હાલમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં વીજળી ઘણી મોંઘી છે, ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા સરકારી સાહસોને રાજ્ય સરકારે ઇરાદાપૂર્વક મારી નાખ્યા એટલે વીજળી માટે રાજ્ય ખાનગી વીજ ઉત્પાદન મથકો પર આશ્રિત થયું છે અને તેના પાપે આજે લોકોને વીજળી મોંઘી મળી રહી છે પ્રથમ તો, ખાનગી પાવર પ્લાન્ટ સાથે ૨૦૦૭ માં ૨૫ વર્ષ સુઘી વીજળી ખરીદવાના જે ફીક્સ ભાવો નક્કી કર્યા હતા તે ખાનગી પાવર પ્લાન્ટોના દબાણ હેઠળ આવીને ગુજરાત સરકારે રિવાઇઝ કરી આપ્યા છે

વધુમાં જણાવ્યું હતું કે, એપ્રિલ ૨૦૨૧ માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ ૧.૮૦ હતો જે આજની તારીખે એપ્રિલ ૨૦૨૨ માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ ૨.૩૦ રૂપિયા થયો છે આમ સરકારની ભૂલનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે બીજું, ખાનગી પાવર પ્લાન્ટ કરાર મુજબ વીજળી પુરી પાડવામાં વચ્ચે વચ્ચે આડોડાઈ કરી કૃત્રિમ અછત ઉભી કરે છે ત્યારે ગુજરાત સરકારે ખુલ્લા બઝારમાંથી ખુબ ઊંચા ભાવે વીજળી ખરીદવી પડે છે. સરકારે ખુલ્લા બજારમાંથી વીજળી ખરીદે એનો સીધો મતલબ છે કે રાજ્યની જનતાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે અને ગુજરાતની જનતા માથે દેવું વધી રહ્યું છે.

આમ આદમી પાર્ટીની હાલ દિલ્હી અને પંજાબ, એમ બે રાજ્યોમાં સરકાર છે તે પોતાના નાગરિકોને ૨૦૦ અને ૩૦૦ યુનિટ સુધી વીજળી ફ્રી આપે છે એની સામે ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો પાસેથી ખુબ ઊંચા દરો વસુલ કરે છે. ત્યારે આમ આદમી પાર્ટી-ગુજરાત, નાગરિકોની થઇ રહેલી ઉઘાડેછોગ લૂંટ સામે આગામી દિવસોમાં રાજ્ય વ્યાપી કાર્યક્રમો હાથ ધરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. અંતમાં રાજ્યના મુખ્યમંત્રી પાસે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના નાગરિકોને ૨૦૦ યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે તેવી માંગ કરેલ છે




Latest News