માળીયા તાલુકાનાં બગસરા ગામે તળાવમાં પાણી ન હોવાથી માછલાંઓના મોત
માળીયા (મી)-જામનગર રોડે ટ્રક ચાલકે રિક્ષાને હડફેટે લેતા એકનું મોત: છ ને ઇજા
SHARE









માળીયા (મી)-જામનગર રોડે ટ્રક ચાલકે રિક્ષાને હડફેટે લેતા એકનું મોત: છ ને ઇજા
માળીયા મીયાણાથી જામનગર તરફ જતા હાઇવે રોડ ઉપર માધવ હોટલથી આગળના ભાગમાં છકડો રિક્ષાને ટ્રક ટ્રેલરના ચાલકે અડફેટે લીધી હતી જેથી કરીને રિક્ષા ચાલક સહિત તેમાં બેઠેલા સાત લોકોને ઈજાઓ થઈ હતી અને તે પૈકીના એક વ્યક્તિને વધુ ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા ચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ટ્રક ટ્રેલર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે કાલાવાડના ચેલાબેડી ગામે રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતા શબ્બીરભાઈ બાઉદીનભાઈ ખેભર જાતે સંધિ (ઉંમર ૨૩)એ ટ્રક ટ્રેલર નં જીજે ૧૨ બીડબલ્યુ ૦૧૪૩ ના ચાલકની સામે માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ માળીયા જામનગર નેશનલ હાઈવે ઉપર માધવ હોટલથી આગળના ભાગમાં પોતાની છકડો રીક્ષા નંબર જીજે ૧૦ ટીટી ૬૮૫૯ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેઓની છકડો રિક્ષા અને ટ્રકના ચાલકે ખાલી સાઈડમાં ઠોકર મારી હતી જેથી તેઓને ઇજાઓ થઇ હતી તેમજ અકબરભાઇને પીઠના ભાગે, હારૂનશાના જમણા ખંભાના ભાગે, રહીમશાને માથાના ભાગે, શાદીકશાને માથાને ભાગે, શહેનાઝબાનુને મુંઢ ઇજા તેમજ ઉમરશા પિનલશા શેખને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા કરી હતી અને ઉમરશા પિનલશા શેખનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવમાં માળિયા તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને આરોપી ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
