માળીયા (મી)-જામનગર રોડે ટ્રક ચાલકે રિક્ષાને હડફેટે લેતા એકનું મોત: છ ને ઇજા
ટંકારાની લજાઇ ચોકડી પાસે બાઇકને કાર ચાલકે હડફેટે લેતા આધેડનું મોત
SHARE









ટંકારાની લજાઇ ચોકડી પાસે બાઇકને કાર ચાલકે હડફેટે લેતા આધેડનું મોત
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઇ ગામ પાસે ધરતીધન હોટલની સામેના ભાગમાં પોતાના બાઇકને રોડ ક્રોસ કરવી રહેલા આધેડના બાઇકને સેન્ટ્રો કારના ચાલકે હડફેટે લીધું હતુ જેથી કરીને આધેડને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું અને બાદમાં તેના દીકરાએ ટંકારા તાલુકા પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના લજાઇ ગામના રહેવાસી અને હાલમાં વડોદરા ખાતે રહેતા રવિભાઈ રસિકભાઈ વિઠ્લાપરા જાતે વાણંદ (ઉમર ૨૬) તે હાલમાં સેન્ટ્રો કાર નં જીજે ૩ સીઆર ૩૭૬૪ ના ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના પિતા રસિકભાઈ વિઠલાપરા તા.૧૧ ના રોજ સવારના આઠ વાગ્યાના અરસામાં લજાઈ ચોકડીથી આગળના ભાગમાં આવેલ ધરતીધન હોટલ પાસેથી પોતાનું બાઇક નંબર જીજે ૩ એચપી ૪૮૭૭ લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી ફરિયાદી રવિભાઈના પિતા રસિકભાઈને અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું હાલમાં મૃતકના દીકરાએ કાર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
