મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત
Breaking news
Morbi Today

મોરબીમાં મેડીકલ કોલેજ સત્વરે શરૂ કરવા રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ


SHARE

















મોરબીમાં મેડીકલ કોલેજ સત્વરે શરૂ કરવા રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના સઘન પ્રયાસોથી મોરબી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મેડીકલ કોલેજ મંજૂર કરવામાં આવી છે. જે સત્વરે શરૂ થાય તે માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મોરબી ખાતે મંજૂર થયેલી મેડીકલ કોલેજનું ટેન્ડર બહાર પડી ગયું છે જેનું ટૂંક સમયમાં ભૂમિપૂજન પણ થનાર છે. પરંતુ તે પહેલા મેડીકલના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન અટકે તે માટે જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ હાલ કામ ચલાઉ ધોરણે ગિબ્સન મિડલ સ્કુલ ખાતે શરૂ કરવાનું આયોજન કર્યું છે. જે અન્વયે મેડીકલ સ્ટુડન્ટ્સને  રહેવા માટે હોસ્ટેલની પણ આંતરિક વ્યવસ્થા સામાકાંઠે એલ.ઈ.કોલેજની હોસ્ટેલમાં કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ ઉપરાંત મોરબી સિવીલ હોસ્પિટલમાં બેડમાં વધારો કરવા તેમજ મેડીકલ કોલેજની તમામ વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવા કલેક્ટરશ્રી જે.બી. પટેલ, મોરબી સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. પ્રદીપ દુધરેજીયા, મેડીકલ કોલેજના બાંધકામ ઈજનેર નાથાણીને તાકીદ કરી હતી. આ ઉપરાંત મંત્રીએ કલેક્ટરને મેડીકલ કોલેજ માટે વધુ જમીન ફાળવવા પણ સુચના આપી હતી જેથી ભવિષ્યમાં વધુ સુચારૂ વ્યવસ્થા તેમજ આયોજન થઈ શકે. આ બેઠકમાં કલેકટર જે.બી. પટેલ સહિતના વિભાગના અધિકારીઓએ હાજર રહ્યા હતા
છત્રી/શેડ કવર માટે અરજી

મોરબી જિલ્લાના બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના નાના વેચાણકારો લારી વાળા માટે  વિના મુલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા માટેની યોજના ચાલુ વર્ષે અમલમાં છે. આ યોજના હેઠળ પુખ્ત વયની વ્યક્તિને (આધારકાર્ડ દિઠ એક વ્યક્તિને) લાભ મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે I khedut portal પર આગામી તા.૧૬ સુધી ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનીક પૂરાવા જેવાકે  રેશનકાર્ડની નકલ, આધારકાર્ડની નકલ તથા ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધીત ગ્રામ સેવકનો ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો તથા શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતા હોવા અંગેનુ ઓળખપત્ર/દાખલો સહિતની અરજી રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે મોકલી આપવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.




Latest News