મોરબીમાં મેડીકલ કોલેજ સત્વરે શરૂ કરવા રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
મોરબી જિલ્લાના માળીયામાં કન્યા શાળામાં ભોંય ટાંકીની છત તુટી પડતાં અકસ્માત
SHARE









મોરબી જિલ્લાના માળીયામાં કન્યા શાળામાં ભોંય ટાંકીની છત તુટી પડતાં અકસ્માત
મોરબી જીલ્લામાં ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓએ જીવના જોખમે શિક્ષણ મેળવે છે એમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબી જિલ્લાના માળીયામાં આવેલ કન્યાશાળામાં બનાવવામાં ભોંય ટાંકીની છત ધડાકા ભેર તુટી પડી હતી અને આ સમયે તે શાળામાં ટાંકીની છત ઉપર બેસીને નાસ્તો કરતી બાળાઓ ખાલી ટાંકીમાં ખાબકી હતી જો કે, બાળકોને સલામત રીતે ગામના લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ છે અને હાલમાં કોઈને મોટી ઇજા થયેલ નથી પરંતુ મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને આ ઘટનામાંથી શિક્ષણ વિભાગ શું બોધ્ધ લેશે તે તો આગામી સમય જ બતાવશે
