મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન મેમ્બર સ્વ. ધવલભાઈ રાંકજાની દ્વિતીય પુણ્યતિથી અનેકવિધ સેવાકીય પ્રોજેક્ટનું લોકાર્પણ


SHARE









મોરબીમાં લાયન મેમ્બર સ્વ. ધવલભાઈ રાંકજાની દ્વિતીય પુણ્યતિથી અનેકવિધ સેવાકીય પ્રોજેક્ટનું લોકાર્પણ

લાયન્સ કલબના લાઇવ વાયર અને સેવાકીય પ્રવૃતિમાં હમેશ અગ્રેસર રહેતા અને “માનવ સેવા એજ પ્રભુ સેવા” સુત્ર ને સત્કર્મ  દ્વારા સાર્થક કરનાર લાયન સ્વ. ધવલભાઈ રાંકજાની આજ રોજ દ્વિતીય પુણ્યતિથી નિમિતે તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા લાયન્સ ક્લબ મોરબી નઝરબાગ  દ્વારા અનેકવિધ સેવાકીય પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,  બે વર્ષ પહેલા મોરબી રેલ્વે સ્ટેસન ખાતે ઠંડા પાણીનું પરબ ક્લબ દ્વારા બનાવામાં આવેલ હતું તેનાથી પણ અત્યાધુનિક ૧૦ લોકો એકી સાથે પાણી પી સકે તેવું ઠંડા પાણીનું પરબ વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આજ રોજ ખુલ્લું મુકવામાં આવ્યું હતુ અને સાથે સાથે અન્ય પ્રોજેક્ટ્સ માં સંસ્કારધામ બ્લડ બેંક નાં સહયોગ થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૪૦ થી વધુ બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું, અને સમર્પણ હોસ્પિટલ મોરબી-૨ ખાતે  સ્વ. ધવલભાઈ રાંકજા ની  સ્મૃતિમાં એમ્બુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત લાયન્સ સ્કુલ શનાળા ખાતે આચાર્ય ડો. અમૃત કાંજીયા નાં માર્ગદર્શન હેઠળ બાળકોને ૫-૫ નંગ ફૂલ સ્કેપ ચોપડા વિતરણ તેમજ વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા રામઘાટ અને શોભેસ્વર મંદિર ખાતે બેસવાના RCC બાંકડા મુકવામાં આવ્યા હતા અને અંતમાં વૃધ્ધાશ્રમ અને ગૌશાળા ખાતે બપોરના ભોજન નું પણ આયોજન લાયન્સ ક્લબ નાં સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત તમામ પ્રોજેક્ટમાં સ્વ. ધવલ રાંકજા નાં પરિજનો હાજર રહ્યા હતા, ઉપરોક્ત તમામ પ્રોજેક્ટ ક્લબનાં તમામ સભ્યોના સાથ સહકાર થી તેમજ ક્લબ પ્રમુખ ડો . પ્રેયસ પંડ્યા તેમજ સેક્રેટરી દિનેશ વિડજા નાં માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયા હતા




Latest News