મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર પાલીકાને સુપરસીડ કરીને લોહાણા સમાજનુ રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો કારસો !


SHARE









વાંકાનેર પાલીકાને સુપરસીડ કરીને લોહાણા સમાજનુ રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો કારસો !

મોરબી જીલ્લાની વાંકાનેર નગરપાલીકામા છેલ્લા ૨૫-૨૫ વર્ષથી શાસન જાળવી રાખનાર લોહાણા સમાજના રાજકીય અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. તાજેતરમા મોરબી જીલ્લાના લોહાણા સમાજના અગ્રણી મહિલા શ્રીમતિ જયશ્રીબેન સેજપાલના પ્રમુખપદે વાંકાનેર પાલીકાનુ શાસન ચાલી રહ્યુ છે ત્યારે સરકાર તરફથી વાકાનેર નગરપાલીકાને સુપરસીડ કરવાની નોટીસ આપવામા આવી છે. ત્યારે મોરબી જીલ્લાની લોહાણા સમાજની રાજકીય કટપુતડીઓએ ભેદી મૌન ધારણ કરી લીધુ છે.

સૌરાષ્ટ્રના લોહાણા સમાજના અગ્રણી હિન્દુ હ્રદય સમ્રાટ જીતુભાઈ સોમાણી જનસંઘ ના વખત થી ભાજપ ને વફાદાર રહ્યા છે ત્યારે અન્ય સમાજની બહુમતી હોવા છતા વાકાનેર નગરપાલીકાનુ શાસન ૨૫-૨૫ વર્ષ સુધી જીતુભાઈએ જાળવી રાખ્યુ છે. તે ઉપરાંત સમગ્ર મોરબી જીલ્લામા રહેતા દરેક રઘુવંશીઓના હ્રદયમા જીતુભાઈએ આગવુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે પરંતુ પ્રવર્તમાન સમયે પાર્ટીના અમુક નેતાઓ દ્વારા લોહાણા સમાજનુ રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો કારસો ઘડી કાઢવામા આવ્યો છે જેના પરિણામ સ્વરૂપ વાકાનેર પાલિકાના લોહાણા મહિલા પ્રમુખને સરકારી વિભાગ તરફથી નોટીસ પાઠવવામા આવી છે ત્યારે મોરબી જીલ્લાના લોહાણા સમાજના બિનરાજકીય આગેવાનોમા રોષ ભભુકી ઉઠ્યો છે પરંતુ લોહાણા સમાજની રાજકીય કટપુતડીઓ કે જેમને જીતુભાઈ સોમાણીએ વિવિધ હોદાઓ અપાવ્યા તેમજ રાજકીય ઓળખ અપાવી તેઓએ મૌન સેવી લીધુ છે ? ત્યારે પ્રશ્ન એ થાય છે કે આવી કટપુતડીઓ માટે પાર્ટી મહત્વની કે લોહાણા સમાજ?

મોરબી-માળીયાની ગત પેટા ચુંટણીમા જીતુભાઈ સોમાણીની આગેવાનીમા મોરબી શહેરમા પાંચ-પાંચ વખત લોહાણા સમાજ ના સંમેલનો બોલાવવા મા આવ્યા હતા. જીતુભાઈએ તન-મન-ધન થી મહેનત કરી લોહાણા સમાજના મત કોંગ્રેસમાંથી ભાજપમા આવેલ બ્રિજેશભાઈ મેરજાને અપાવવા પ્રયત્નો કર્યા હતા. ભાજપની જીતમા સિંહફાળો આપ્યો હતો. પરંતુ પ્રવર્તમાન સમયે જ્યારે લોહાણા સમાજનુ રાજકીય અસ્તિત્વ જોખમ મા મુકાયુ છે ત્યારે મોરબી જીલ્લાના રાજકીય લોકો સપોર્ટ કરવાને બદલે ચાપલુસી કરવામા વ્યસ્ત હોય તેવુ લાગી રહ્યુ છે માત્ર એટલેથી ન અટકતા લોહાણા સમાજ ના રાજકીય અસ્તિત્વ માટે લડતી સંસ્થા રઘુવંશી ક્રાંતિ મંચનુ મોરબીમા સંમેલન ન થાય તેના માટે યેનકેન પ્રકારે પ્રયત્ન કરી સમાજને ગુમરાહ કરી રહ્યા છે.

એક સમય હતો જ્યારે ગુજરાતની વિધાનસભાઓ, નગરપાલીકાઓમા લોહાણા સમાજનો દબદબો હતો, કેન્દ્ર સરકાર પણ લોહાણા સમાજ ના આગેવાનો ના સહયોગ તેમજ માર્ગદર્શન લેતી હતી. પ્રવર્તમાન સમયે લોહાણા સમાજનુ રાજકીય વર્ચસ્વ ક્રમશઃ ઘટી રહ્યુ છે તેના માટે જવાબદાર કોણ? પ્રવર્તમાન વર્ષે ગુજરાતમા વિધાનસભાની ચુંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોહાણા સંચાલિત નગરપાલીકાને નોટીસ આપવાનો શુ મતલબ? લોહાણા સમાજના મતની આ જ કીંમત? દરેક સમાજના આગેવાનો પોતાનુ રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે રાજકીય પાર્ટીઓને સામુહીક રાજીનામા સહીતની ચિમકીઓ આપી વિવિધ પક્ષોને પોતાની આંગળી પર નચાવી રહ્યા છે ત્યારે લોહાણા સમાજ ના આગેવાનોને શેનુ નડતર છે? 

સમસ્ત ગુજરાત ના લોહાણા સમાજ ના આગેવાનો આ બાબતે ચિંતન તેમજ મનોમંથન કરે તે જરૂરી છે લોહાણા સમાજના મહિલા રાજકીય આગેવાન પર આવી પડેલ વિકટ પરિસ્થિતીમા સમગ્ર ગુજરાતના દરેક રઘુવંશીઓ સાથે રહી સમસ્યાનુ સમાધાન શોધે તેમજ સમાજ નામે ફરતી રાજકીય કટપુતડીઓને બેનકાબ કરી સમાજ પ્રત્યે પોતાની ફરજોનુ ભાન કરાવે તેવી અપેક્ષા સમાજના લોકો ઈચ્છીએ રહ્યા છે




Latest News