વાંકાનેર પાલીકાને સુપરસીડ કરીને લોહાણા સમાજનુ રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો કારસો !
મોરબી જીલ્લામા પીજીવીસીએલ દ્વારા ૪૭૬ વીજ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરાયો
SHARE









મોરબી જીલ્લામા પીજીવીસીએલ દ્વારા ૪૭૬ વીજ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરાયો
મોરબી વર્તુળ કચેરી દ્વારા ચોમાસાની સીઝનમાં લોકોને સાતત્યપૂર્ણ વીજ વીજ પૂરવઠો મળી રહે તે માટે પ્રિમોન્સૂન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે જેમાં મોરબી જિલ્લા પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા તા. ૧૬.૬ દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં લાઈટ બંધ, ડીમ પાવર, વીજ ટ્રાન્સફોર્મર બળી ગયેલ હોય, વીજ થાંભલાથી વાયર ઢીલો કે તૂટી ગયેલ હોય તેવી પીજીવીસીએલને અનુલક્ષીને મળેલી ૪૭૬ વીજ ફરિયાદોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાયો છે
તેવી જ રીતે દિવસ દરમિયાન ફોલ્ટમાં હોય તેવી ૩૮ લાઈનોને રીપેરીંગ કરીને વીજ પૂરવઠો ચાલુ કરી દીધેલ છે આ કામગીરી માટે વીજ વિભાગની ૩૬ ટીમો ફિલ્ડમાં કામ કરી રહેલ છે આમ હાલ મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા કોઈ પણ ફરિયાદ પેન્ડીંગ ન હોવાની સાથે જિલ્લામાં વીજ પૂરવઠો ખોરવાય તો ગ્રાહકોને તેમના વિસ્તારની પેટા વિભાગીય કચેરીનો તેમજ તેના ફોલ્ટ સેન્ટરનો સંપર્ક સાધવા મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર બી.આર. વડાવીયા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે
