મોરબી જીલ્લામા પીજીવીસીએલ દ્વારા ૪૭૬ વીજ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરાયો
માળીયા (મી) હાઇવે ઉપર નીરૂબેનનગરના પાટીયા પાસેથી ૨૩૨ બોટલ દારૂ ભરેલી કાર સાથે બે પકડાયા
SHARE









માળીયા (મી) હાઇવે ઉપર નીરૂબેનનગરના પાટીયા પાસેથી ૨૩૨ બોટલ દારૂ ભરેલી કાર સાથે બે પકડાયા
મોરબી જીલ્લામાં આમરણથી માળીયા (મી) હાઇવે રોડ પર નીરૂબેનનગર ગામના પાટીયા પાસે પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી ૨૩૨ બોટલ દારૂ સાથે બે શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે કાર, દારૂ અને મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી કરી છે
માળીયા (મી) પોલીસના મહીપતસિંહ સોલંકી તથા જયદેવસિંહ ઝાલાને સંયુકત રીતે બાતમી મળેલ હતી કે ,“ એક સફેદ કલરની ફોડ કંપનીની ઇક્કો સ્પોટ કાર નંબર જીજે ૬ એમડી ૬૮૮૬ માં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે જેથી ટીમ વોચમાં હતી ત્યારે આમરણથી માળીયા તરફ આવતી આ કારને રોકીને ચેક કરી હતી ત્યારે જુદીજુદી બ્રાન્ડની દારૂની કુલ મળીને ૨૩૨ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ, કાર અને ત્રણ મોબાઈલ ફોન મળીને ૫,૧૮,૩૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને હાલમાં આરોપી ક્રુષ્ણદેવસિંહ ગિરવાનસિંહ ગોહીલ જાતે દરબાર (૩૭) નિવૃત આર્મીમેન રહે. ધારડી તાલુકો તળાજા અને ચેતનભાઇ ભગતભાઇ બારૈયા જાતે કોળી (૨૮) રહે. સરતાનપર તાલુકો તળાજા વાળાની ધરપકડ કરેલ છે
