માળીયા (મી) હાઇવે ઉપર નીરૂબેનનગરના પાટીયા પાસેથી ૨૩૨ બોટલ દારૂ ભરેલી કાર સાથે બે પકડાયા
મોરબીમાં કલેક્ટરની હાજરીમાં સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ
SHARE









મોરબીમાં કલેક્ટરની હાજરીમાં સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ
મોરબીમાં કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠકનું આયોજન કલેકટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું અને જૂન મહિનાની સંકલન બેઠકનું નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા સંચાલન કરી જુદા-જુદા વિભાગોના વિવિધ આંતરીક પ્રશ્નોનો રજૂઆત કરી સંબંધિત અધિકારીઓ પાસેથી તે અંગેનો પ્રગતિ અહેવાલ તેમજ કામગીરી અંગે કલેક્ટર જે.બી. પટેલ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટર જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નાયબ પોલીસ અધિકારી અતુલ બંસલ સહિતના અધિકારી હાજર રહ્યા હતા
