મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

હળવદમાં ૨૨મી જૂન આઇ.ટી.આઇ. ખાતે ભરતી મેળો યોજાશે


SHARE

















હળવદમાં ૨૨મી જૂન આઇ.ટી.આઇ. ખાતે ભરતી મેળો યોજાશે

મોરબી રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, આઇ.ટી.આઇ ગ્રાન્ટ ઇન એઇડ, સરા રોડ, હળવદ ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઔધોગિક ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રાના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિના મૂલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગીક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક નોનમેટ્રીક/એસએસસી/એચએચસી/ આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ઔધોગિક ભરતીમેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગારઅધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.




Latest News