મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષાઋતુમાં આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવા મર્ગદર્શિકા બહાર પડાઇ
SHARE









મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષાઋતુમાં આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવા મર્ગદર્શિકા બહાર પડાઇ
હાલમાં વર્ષાઋતુમાં મોરબી જિલ્લામાં વીજળી પડવાને કારણે માનવ-પશુ મૃત્યુના બનાવ બનવા પામેલ છે તો આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. આથી જાહેર જનતાએ આકાશીય વિજળીથી બચવા માટે હાલની ઋતુમાં લોકોને જાગૃતિના પગલાં લઇ પોતાનું જીવન સુરક્ષિત બનાવવા રાહત નિયામકશ્રી, મહેસૂલ વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગર તેમજ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચે મુજબની મર્ગદર્શિકાનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.
આકાશીય વીજળી સમયે જ્યારે તમે ઘરની અંદર હોવ ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો, બારી-બારણા અને છતથી દુર રહેવું, વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું., ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું, આકાશીય વીજળી સમયે જો આપણે ઘરની બહાર હોવ ત્યારે આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું, ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું, મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી જરૂર પડે મજબૂત છતવાળા મકાનમાં આશ્રય મેળવો, મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો, પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાવ. મોરબી જિલ્લાવહીવટી તંત્ર દ્વારા આ મુજબની સાવધાની રાખવાની વિગતો જનતાને જણાવવામાં આવી છે તથા તેનું પાલન કરી સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.
