મોરબી-માળીયાના ખેડૂતોને નર્મદની પાણી સિચાઈ માટે આપવા માજી ધારાસભ્યની સીએમને રજૂઆત
વડાપ્રધાનના માતૃશ્રીના શતાયુ જન્મદિન નિમિત્તે મોરબી ભાજપ દ્વારા ફ્રૂટ વિતરણ
SHARE








વડાપ્રધાનના માતૃશ્રીના શતાયુ જન્મદિન નિમિત્તે મોરબી ભાજપ દ્વારા ફ્રૂટ વિતરણ
દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબાનો જન્મદિવસ હોય મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અહીં દર્દીઓને ફ્રૂટ આપીને હીરાના જન્મદિવસની ભાજપ પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મોરબી ભાજપ પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતા હીરાબાના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયા, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રદીપ દુધરેજીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, હસુભાઈ પંડ્યા, નિર્મલભાઇ જારીયા, જિલ્લા મહિલા ભાજપના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રિશીપભાઈ કૈલા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, કે.કે. પરમાર, આસિફભાઇ ઘાંચી, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર, નરેન્દ્રભાઈ પોપટ, કાજલબેન ચંડીભમર અને નોટરી જીતુભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા
