હળવદના જુના ઇશનપુર ગામે ગાળો બોલવાની ના કહેતી મહિલા સહિત ત્રણ વ્યક્તિને ધારિયા-ધોકા વડે માર માર્યો
માળીયા (મી)માં મચ્છીના વેપાર બાબતે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો
SHARE









માળીયા (મી)માં મચ્છીના વેપાર બાબતે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો
માળીયાના વાગળીયા જાપા પાસે આવેલ ચા ની દુકાન પાસે ઉભેલા યુવાનની સાથે અગાઉ મચ્છીના વેપાર બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવેલ હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને યુવાને માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા સરકારી હોસ્પીટલની પાછળના ભાગમાં રહેતા અને મચ્છીમારીનું કામ કરતાં રમજાનભાઈ જુનુસભાઈ મોવર જાતે મિયાણા (૩૦)એ હાલમાં અજરૂદિન અલીયાસભાઈ જેડા, સિકંદર આમદભાઈ જેડા, યાસીન અસાકભાઈ જેડા અને અજરૂદિનની બહેનનો દિકરો રહે. બધા માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળીયાના વાગળીયા જાપા પાસે આવેલ બાબાભાઈની ચા ની દુકાન પાસે રોડ ઉપર હતો ત્યારે અગાઉ તેને અજરૂદિન અલીયાસભાઈ જેડાના ભાઈ સાથે મચ્છી વેચવા બાબતે બોલાચાલી થયેલ હતી તેનું મન દુખ રાખીને આરોપીએ ગાળો આપી હતી અને બાદમાં સિકંદર આમદભાઈ જેડા, યાસીન અસાકભાઈ જેડા અને અજરૂદિનની બહેનનો દિકરોએ ધોકા વડે શરીરે ઈજા કરી હતી તેમજ આરોપી અજરૂદિન અલીયાસભાઈ જેડાએ ફરીયાદીને માથાના ભાગે છરી મારી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી તેને ઇજા થયેલ હોવાથી સારવારમાં ખસેડવામાં આવતા માથામાં આઠ ટાકા આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, તથા જીપીએ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે
