મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે કલાકાર સ્વ. રમેશ મેહતાને શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાશે


SHARE









મોરબીમાં કાલે કલાકાર સ્વ. રમેશ મેહતાને શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાશે

મોરબીમાં એમ.બી.એસ. ડિજિટલ અને દ્વારકેશ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ જગતના હાસ્ય સમ્રાટ સ્વ. રમેશ મહેતાના સ્વર્ગવાસને ૧૦ વર્ષ પૂર્ણ થતાં સૌ પ્રથમ વખત તેઓને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે તા ૨૨ ને બુધવારે મોરબીમાં આ વિશેષ કાર્યક્રમ યોજાવાનો છે

ગુજરાતી ફિલ્મના કલાકાર સ્વ. રમેશ મહેતાના સ્વર્ગવાસને ૧૦ વર્ષ પૂર્ણ થતાં શ્રદ્ધાંજલિ અને તેની સાથોસાથ એવોર્ડ ફંકશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા ૨૨ ને બુધવારના રોજ સાંજે ૫ થી ૯ કલાકે સુધી આ કાર્યક્રમ રાખવામા આવેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જુનિયર રમેશ મહેતા(મયુરબાપા) મો.૯૭૨૬૬ ૧૨૮૫૪, સરવૈયા સિદ્ધરાજસિંહ મો.૯૭૩૭૯ ૩૯૬૯૭, ભાવિન વાઢેર અને કલ્પેશ પંડ્યા જહેમત ઉઠાવી રહી છે અત્રે ઉલેખનીય છે કે, લોકોને પેટ પકડીને હસાવતા જુનિયર રમેશ મહેતા(મયુરબાપા)ની છેલ્લા આઠ વર્ષથી કિડની ફેઇલ છે અને તેની સારવાર ચાલુ છે તો પણ પોતાના દર્દને ભૂલીને તેઓ કલા ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેની સાથોસાથ ગુજરાતી ફિલ્મના કલાકાર સ્વ. રમેશ મહેતાને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે




Latest News