વાંકાનેરના વઘાસિયા પાસે કારખાનામાં યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો
મોરબીના સામાકાંઠે સ્પામાં મારામારી: બે યુવાનને ઇજા
SHARE









મોરબીના સામાકાંઠે સ્પામાં મારામારી: બે યુવાનને ઇજા
મોરબી નજીકના ટિંબડી ગામના પાટિયા પાસે ધર્મેન્દ્ર ચેમ્બરમાં આવેલ સ્પાની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, કયા કારણોસર સ્પામાં મારામારીનો બનાવ બન્યો હતો તે પ્રશ્ન છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ટિંબડી ગામના પાટિયા પાસે આવેલ ધર્મેન્દ્ર ચેમ્બરમાં આવેલ સ્પામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મિતુલભાઈ દેવીનંદભાઈ આદ્રોજા (૨૮) રહે. રવાપર અને મયુરભાઈ સુરેશભાઈ પોપટ (૩૯) આરએચ, રવાપર ઘુનડા રોડ વાળાને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જો કે, સ્પામાં કયા કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો તેની માહિતી હજુ સુધી સામે આવેલ નથી
અકસ્માતમાં ઇજા
મોરબી શહેરમાં મચ્છુ નદીમાં બનાવવામાં આવેલ બેઠા પુલ પરથી પસાર થતાં એક્ટિવાને રિક્ષા ચાલકે અડફેટે લીધો હતો જેથી એકટીવામાં જઈ રહેલા પુનમબેન જયદીપભાઇ માણસુરીયા (૩૭) રહે. પંચાસર રોડ મોરબી વાળાને ઈજા થઈ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના સોઓરડી વિસ્તારમાં શેરીમાં કચરો નાખવા બાબતે પાડોશીઓ વચ્ચે મારામારીનો બનાવ બનેલ હતો જેમાં કુલ મળીને પાંચ વ્યક્તિ ફિરોજભાઈ પટેલ (૪૨), સલમાનબેન પટેલ (૩૫) અને ફિઝાબેન પટેલ (૧૮) તેમજ સામાપક્ષેથી જોહરાબેન કસમભાઇ ખોખર (૬૦) અને રઝિયાબેન રફિકભાઈ ખોખર (૩૫) ને ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ. કોલેજ પાસેથી પસાર થઇ રહેલ યુવાનનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી યુવાનને ઈજા થતા તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે આ બનાવની પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે મોરબીના શનાળા રોડ પર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતા બ્રિજેશભાઈ મનહરલાલ પરમાર (૨૦) પોતાનું બાઇક લઇને સામાકાંઠા વિસ્તારમાં જતા હતા ત્યારે બાઇક સ્લીપ થવાથી તેને ઇજા થયેલ છે
