મોરબીનાં આમરણમાં ગાયના ઝાડ ખાઇ જવા બાબતે થયેલ મારામારીમાં ચાર આરોપીની ધરપકડ
SHARE









મોરબીનાં આમરણમાં ગાયના ઝાડ ખાઇ જવા બાબતે થયેલ મારામારીમાં ચાર આરોપીની ધરપકડ
મોરબી તાલુકાનાં આમરણ ગામે આવેલા બસ સ્ટેન્ડ પાસે પૂનમ પાનના ગલ્લા પાસે રખડતી ગાય ઝાડ ખાતી હતી જેથી કરીને દુકાનદારે ભરવાડ સમાજ વિશે જેમ તેમ બોલતા મારા મારી થયેલ હતી અને સામાસામી ફરિયાદો પણ નોંધાઈ હતી જેના આધારે પોલીસે એક ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે
બેલા (આમરણ) યદુનંદન સોસાયટીમાં રહેતા દેવાભાઇ લાખાભાઇ ખીટ જાતે ભરવાડ (૫૨)એ હર્શીતભાઇ નાનજીભાઇ અઘેરા, નાનજીભાઇ હીરજીભાઇ અઘેરા, કાળુભાઇ પટેલ અને સુંદરજીભાઇ અઘેરા સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી હર્શીતના પૂનમ પાન નામના ગલ્લા પાસે રખડતી ગાય ઝાડ ખાતી હતી જેથી આરોપીએ “ભરવાડ લોકો પોતાની ગાયો રખડતી મુકી દેસે અને ઝાડવા મોટા કરી ઇ ખાય જાય છે” તેમ કહી ભરવાડ સમાજ વિષે જેમ તેમ બોલતો હતો જેથી ફરીયાદીએ આરોપીને વ્યક્તિગત રીતે બોલવા તેમજ આખા સમાજ વિષે જેમતેમ નહી બોલવા કહ્યું હતું જે તેને સારું નહીં લગતા કહેતા આરોપી હર્શીતભાઇ નાનજીભાઇ અઘેરા અને નાનજીભાઇ હીરજીભાઇ અઘેરાએ ફરીયાદીને આમરણ ખાતે ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો અને બપોરના આશરે અઢી વાગ્યે બેલા ગામે સમાધાન કરવા બાબતે આરોપી હર્શીતભાઇ નાનજીભાઇ અઘેરા, કાળુભાઇ કરસનભાઇ પટેલ અને સુંદરજીભાઇ અઘેરા આવ્યા હતા અને ફરીયાદી તથા સાહેદોને ભુંડાબોલી ગાળો આપી હતી અને ત્યારે ઝપાઝપી થઈ હતી અને સુંદરજીભાઇ અઘેરાએ ફરીયાદી આધેડને છરી વડે ડાબા હાથની હથેળીમા, યોગેશ દેવાભાઇ (૨૨)ને ડાબા હાથના કોણી ઉપર અને રાજુ દેવાભાઇ (૩૨)ને જમણા હાથમાં વચલી આંગળીમાં, લાલજીભાઇ દેવાભાઇ (૨૭)ને ડાબા ગાલ ઉપર અને ગેલા માચ્છા (૪૦) ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી પોલીસે યુવાનની ફરિયાદના આધારે આ ગુનામાં હર્શીતભાઇ નાનજીભાઇ અઘેરા જાતે પટેલ (૩૪), નાનજીભાઇ હીરજીભાઇ અઘેરા જાતે પટેલ (૬૩) રહે. બંને આમરણ તેમજ કાળુભાઇ કાનજીભાઇ અઘેરા જાતે પટેલ (૪૧) અને સુંદરજીભાઇ હિરજીભાઈ અઘેરા જાતે પટેલ (૫૯) રહે. બંને લજાઈ વાળાની ધરપકડ કરેલ છે
અકસ્માતમાં ઈજા
હળવદના સુખપર ગામે રહેતા નટવરભાઈ કાનાભાઈ નડીયા નામના ૨૬ વર્ષીય યુવાનને હળવદ નજીકના સુનિલનગર પાસે રિક્ષા પલ્ટી મારી જવાના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે માળીયા મિંયાણા તાલુકાના નવા અંજીયાસર ગામે રહેતા અમીનાબેન દાઉદભાઈ કટીયા નામના ૮૪ વર્ષીય વૃદ્ધા તેમના પુત્રના બાઇકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે માળિયા મિંયાણાના વેણાસર ગામ પાસે તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે ખસેડાયા હતા.
યુવાન સારવારમાં
મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના માટેલ રોડ ઉપર આવેલ ડોવેલ સિરામિક નામના યુનિટમાં રહીને મજૂરી કામ કરતો ભુપત કંધુભાઈ પંડ્યાણી નામનો ૪૦ વર્ષીય યુવાન સ્ટાઇલિંગ સીરામીક પાસેથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં અહિંની સદભાવના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતા ગ્રીમાભાઈ ઉદલીયાભાઈ છુનકા નામનો ૪૨ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યારે નેકનામ ગામ જતા સમયે તેના બાઇકને અન્ય વાહનના ચાલકે તેને પાછળથી હડફેટે લેતા ઇજાઓ થવાથી તેને અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
