મોરબીની ભાજપ શાસિત પાલિકાના કામમાં ટકાવારીનો ખેલ પાડનાર લાલો કોણ ?: રાજકારણમાં ગરમાવો
SHARE









મોરબીની ભાજપ શાસિત પાલિકાના કામમાં ટકાવારીનો ખેલ પાડનાર લાલો કોણ ?: રાજકારણમાં ગરમાવો
મોરબી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થાય છે તેવી ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી થઇ રહી છે તે દરમિયાન મોરબી પાલિકાના પટાંગણમાં નગર પાલિકા પ્રમુખના પતિ અને નગરપાલિકાના મહિલા ચેરમેનના પતિ વચ્ચે ટકાવારી બાબતે ચર્ચાઓ થઈ રહી છે જેમાં લાલો પૈસા લઈ ગયો છે તેની વાત સામે આવી રહી છે જેથી મોરબી પાલિકામાં વહીવટ કરીને ટકાવારીના ખેલ પાડનાર લાલો કોણ તે સવાલ હાલમાં મોરબી પાલિકામાં અને રાજકીય વર્તુળોમાં ઉભો થયો છે
મોરબી પાલિકામાં અગાઉ કોંગ્રેસનું શાસન હતું ત્યારે ભાગ બટાઈ માટે થઈને કોંગ્રેસના કેટલાક સભ્યો આમને-સામને આવી ગયા હતા અને ખુલ્લેઆમ ટકાવારીની ચર્ચાઓ થઈ રહી હતી એવો જ ઘાટ હાલમાં મોરબી પાલિકામાં બાવન બેઠક ઉપર ભાજપના સભ્યો ચુંટાયેલા છે ત્યારે પણ જોવા મળી રહ્યો છે અને આજની તારીખે પણ મોરબી નગરપાલિકામાં ટકાવારી ખુલ્લેઆમ વાતો થતી હોય તેઓ સોશિયલ મીડિયાની અંદર એક વીડિયો વાયરલ થયો છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી પાલિકાના પટાંગણમાં પાલિકાના મહિલા પ્રમુખના પતિ અને પાલિકા કમિટીના મહિલા ચેરમેનના પતિ વચ્ચે ટકાવારી બાબતે ચર્ચા થતી હોય તેવું વિડીયોમાં સાંભળવા મળી રહ્યું છે પરંતુ એ સ્પષ્ટતા નથી કે કઈ બાબતની ટકાવારીની ચર્ચા કરવામાં આવી રહી છે જોકે પાલિકાના મહિલા પ્રમુખના પતિ દ્વારા લાલો પૈસા લઈ ગયો છે તેવું કહેવામાં આવે છે જેથી કરીને પાલિકાની અંદર ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે બાબતને સમર્થન મળતું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે પરંતુ ટકાવારીનો ખેલ ચાલે છે તેમાં પૈસા ઉઘરાવનાર આ લાલો કોણ છે તે પ્રશ્ન હાલમાં ઉભો થયો છે અને આ મુદ્દાને લઈને મોરબીનું રાજકારણ ગરમાયું છે
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ વાંકાનેર પાલિકાના ચૂંટાયેલા સભ્ય અને ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા મોરબી જીલ્લામાં ભાજપના મોટા ગજાના આગેવાનોના ભ્રષ્ટાચાર બાબતે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે દરમ્યાન મોરબી પાલિકાના પટાંગણમાં જ પાલિકાના મહિલા પ્રમુખના પતિ અને પાલિકાની કમિટીના ચેરમેનના પતિ વચ્ચે ટકાવારીને લઈને ચર્ચાઓ થઈ રહી હતી તેનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે ત્યારે જે રીતે વાંકાનેર નગરપાલિકા માં શિસ્તના પગલા લેવામાં આવી રહ્યા છે આવા કોઈ પગલાં મોરબીમાં પદાધિકારીઓ સામે લેવામાં આવશે કે કેમ તે પણ સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે
