મોરબીની ભાજપ શાસિત પાલિકાના કામમાં ટકાવારીનો ખેલ પાડનાર લાલો કોણ ?: રાજકારણમાં ગરમાવો
માળીયા (મી) નજીક બંધ ટ્રકમાં કાર ઘૂસી જતાં એકનું મોત: ટ્રક ચાલક સામે નોંધાઈ ફરિયાદ
SHARE









માળીયા (મી) નજીક બંધ ટ્રકમાં કાર ઘૂસી જતાં એકનું મોત: ટ્રક ચાલક સામે નોંધાઈ ફરિયાદ
મોરબી જિલ્લાના માળીયા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં રોહિશાળા ગામના પાટિયા પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી જેથી કરીને એક વ્યક્તિનું મોત નીપજયું હતું આ બનાવમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ માળીયાના રોહિશાળા ગામના પાટિયા પાસે ટ્રક જીજે ૧૨ એયું ૭૨૯૭ બંધ પડેલ હતો જેની પાછળના ભાગમાં સેન્ટ્રો કાર નંબર જીજે ૫ જેકે ૨૯૭૦ ઘૂસી ગઈ હતી જેથી કરીને કાર ચાલક હળવદના દેવળીયા ગામના રહેવાસી મુકેશભાઇ મગનભાઇ માલાસણા જાતે પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવાની માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો અને હાલમાં આ બનાવમાં પોલીસે જૂના દેવળીયા ગામે રહેતા રમેશ આંબરામભાઈ માલાસણા જાતે પટેલ (૫૧)ની ફરિયાદ લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
