માળીયા (મી) નજીક બંધ ટ્રકમાં કાર ઘૂસી જતાં એકનું મોત: ટ્રક ચાલક સામે નોંધાઈ ફરિયાદ
માળીયા (મી)ની માધવ હોટલ પાસે બાઇકને ટ્રકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત
SHARE









માળીયા (મી)ની માધવ હોટલ પાસે બાઇકને ટ્રકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત
માળીયા (મી) નજીક માધવ હોટલ સામેથી બાઇક લઈને પસાર થતાં યુવાનના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઇક સવાર યુવાનને માથામાં હેમરેજ થતાં રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો દરમ્યાન રસ્તામાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળીયા મીંયાણા પોલી વાઢ વિસ્તારના રહેવાસી અને હાલ મોરબી નવલખી રોડ ઉપર રણછોડનગરની બાજુમા નીધીપાર્કમાં રહેતા સુલતાનભાઇ હારૂનભાઇ મોવર જાતે મીયાણા (૩૨)એ ટ્રક નં જીજે ૧૨ ઝેડ ૯૫૨૦ ના ચાલક સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળીયા નજીક માધવ હોટલ સામેથી આરોપીએ પોતાનુ હવાલા વાળો ટ્રક લઈને જતો હતો ત્યારે ફરીયાદીના ભાઇ યુસુફભાઇ હારૂનભાઇ મોવર રહે. માળીયા (મીં) વાળા પોતાનુ મોટરસાઇકલ નં જીજે ૧૦ ડિકે ૦૯૦૩ લઇને જતા હતા તેના મોટરસાઇકલને હડફેટે લીધું હતું જેથી યુસુફભાઈ પડી જતા તેને શરીરે મુંઢ ઇજા થઈ હતી અને માથામા હેમરેજની ઇજા થતા રાજકોટ સરકારી દવાખાને સારવારમા લઇ જતા હતા ત્યારે ચાલુ સારવાર દરમ્યાન રસ્તામાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આઇ.પી.સી કલમ ૨૭૯, ૩૦૪(અ) એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
