મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામ પાસે કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE

















મોરબીના લીલાપર ગામ પાસે કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી નજીકના લીલાપર ગામ પાસેથી મચ્છુની કેનાલ પસાર થતી હોય આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના ડેડબોડીને પી.એમ. માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના લીલાપર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં હાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે પાણી છોડવામાં આવ્યું છે દરમિયાન લીલાપર ગામે રહેતા ભરતભાઈ અગોલાનો દીકરો શ્યામ ભરતભાઈ અગોલા (20) કેનાલના પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને દીપકભાઈ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના માટેલ ગામે ઉપલાપરા વિસ્તારમાં રહેતા દુધીબેન મેરૂભાઈ ડાભી (ઉમર 48) ના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે તેના ઘરની અંદર પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ચારસો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News