મોરબીના લીલાપર ગામ પાસે કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબીમાં આધેડના પ્લોટ ઉપર કબ્જો કરવાના ગુનામાં પકડાયેલ બે સગાભાઈઓની જામીન મંજુર
SHARE









મોરબીમાં આધેડના પ્લોટ ઉપર કબ્જો કરવાના ગુનામાં પકડાયેલ બે સગાભાઈઓની જામીન મંજુર
મોરબીના માધાપર રેવન્યુ સર્વે નંબર ૧૨૭૫ ની જમીનમાં આધેડના પ્લોટ આવેલા છે તેમાં બે શખ્સો દ્વારા કુલ મળીને ૨૨૭.૫૪ ચો.મી. જમીનમાં ગેરકાયદે કબ્જો કરી લેવામાં આવેલ હતો જેથી આધેડે મોરબી સિટી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ ગુનામાં બે સગાભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી જેની જામીન અરજી મોરબી સ્પેશીયલ લેન્ડ ગ્રેબીંગ કોર્ટ માં મુકવામાં આવી હતી અને આરોપીના વકીલના પુરાવા તેમજ દલીલોને ધ્યાને લઇને કોર્ટે તેના જામીન મંજુર કરેલ છે
મોરબી માં માધાપર ના સર્વે નં .૧૨૭૫ પૈકી ના બિનખેતી પ્લોટ નં . ૧ થી ૪ મળી ચો.મી.૨૨૭–૫૪ ની જગ્યા ઉપર ખીમજીભાઈ માવજીભાઈ ૫રમાર અને હીરાભાઈ માવજીભાઈ પરમારએ ગેરકાયદેસર રીતે દબાણ કર્યા અંગે ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ -૨૦૨૦ હેઠળ ની ફરીયાદ ના આધારે મોરબી સીટી - એ ડીવીઝન પોલીસ સ્ટેશન તરફથી ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી ત્યારબાદ બન્ને આરોપીઓને જામીન ઉપર મુકત કરાવવા મો૨બીના સિનીયર એડવોકેટ નિકુંજ પુનમચંદભાઈ કોટક તથા તેમના જુનીયર એડવોકેટ હાર્દિક.ડી.ગોસ્વામી, હીરેન ડી . ગોસ્વામી, અશોક એસ.દામાણી, કિશોર એલ.સુરેલા મારફત મોરબી સ્પેશીયલ લેન્ડ ગ્રેબીંગ કોર્ટ માં રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેમા આરોપીઓના વકીલ એ પુરાવા રજુ કરી ધારદાર દલીલ કરતા મોરબી સ્પેશીયલ લેન્ડ ગ્રેબિંગ કોર્ટે આરોપીઓના વકીલના પુરાવાઓ તથા દલીલ ગ્રાહય રાખી બંન્ને આરોપીને જામીન ઉપર છોડી મુકવાનો હુકમ કરેલ છે આ બન્ને આરોપીઓ વતી સિનીયર એડવોકેટ નિકુંજ પુનમચંદભાઈ કોટક તથા હાર્દિક ડી.ગોસ્વામી , હીરેન ડી.ગોસ્વામી , અશોક એસ.દામાણી , કિશોર એલ.સુરેલા રોકાયેલા હતા .
