મોરબીમાં આધેડના પ્લોટ ઉપર કબ્જો કરવાના ગુનામાં પકડાયેલ બે સગાભાઈઓની જામીન મંજુર
ગુજરાત માલધારી મહાપંચાયતના મોરબી જીલ્લાના કન્વીનર તરીકે રમેશભાઇ રબારીની વરણી
SHARE









ગુજરાત માલધારી મહાપંચાયતના મોરબી જીલ્લાના કન્વીનર તરીકે રમેશભાઇ રબારીની વરણી
ગુજરાત માલધારી મહાપંચાયતના મોરબી જીલ્લાના કન્વીનર તરીકે મોરબી શહેરમાં રહેતા રમેશભાઇ બધાભાઇ રબારીની વરણી કરવામાં આવી છે.
ગુજરાત માલધારી મહાપંચાયતના ગુજરાતના પ્રમુખ રઘુભાઇ દેસાઇ દ્વારા મોરબી જિલ્લામાં કન્વીનર તરીકે રમેલભાઇ બધાભાઇ રબારીની વરણી કરવામાં આવી છે ત્યારે તેમના દ્વારા સમાજ ના સંગઠન અને વિસ્તારના કાર્યને પ્રાધાન્ય આપશે અને સમાજમાં બદલાવ અને માલધારીની રાજનૈતીક અને સામાજીક ક્રાંતીને સફળ બનાવવા પ્રયત્નશીલ રહેશે તેમજ સમાજના યુવાનો, વડીલો ની શક્તિને યોગ્ય દિશામાં એકત્રીત કરી સમાજ ના વિકાસ તથા પ્રગતિ માટે સક્રિય રહેશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.
