મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી પાસેથી પિસ્તોલ સાથે પકડાયેલા આરોપીને હથિયાર આપનારની ધરપકડ


SHARE

















મોરબીની પીપળીયા ચોકડી પાસેથી પિસ્તોલ સાથે પકડાયેલા આરોપીને હથિયાર આપનારની ધરપકડ

મોરબીની પીપળીયા ચોકડી પાસેથી પસાર થતાં શખ્સને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી જેથી પિસ્તોલ કબ્જે કરીને પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ હતી અને વધુ બે શખ્સોના નામ સામે આવ્યા જેથી કરીને તેને પકડવા માટે થઈને તજવીજ ચાલી રહી હતી તે દરમિયાન અગાઉ જે આરોપી હથીયાર સાથે ઝડપાયો હતો તેને હથિયાર આપનાર શખ્સની પોલીસે ગઇકાલે ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમે બાતમી આધારે મોરબીની પીપળીયા ચોકડી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે ઇમરાન ઉર્ફે અબ્દુલ ભુરાભાઈ રાઉમા જાતે સંધિ (ઉંમર ૨૩) રહે.લાકડીયા તાલુકો ભચાઉ(કચ્છ) ની ધરપકડ કરેલ હતી અને તેને બે દિવસના રીમાન્ડ ઉપર લીધો હતો.જે રીમાન્ડ પુરા થતા તેને કોર્ટમાં રજુ કરાયો હતો અને તે આરોપી જામીન મુક્ત થઇ ગયેલ છે જોકે,  તેની પાસેથી હનીફ જુસબ રાઉમા જાતે સંધી રહે.લાકડીયા નદીપાસે તા.ભચાઉ અને સાગર ઉર્ફે છોટુ ગજરાજસીંગ તોમર જાતે રાજપૂત હાલ રહે.રાપર, મુળ રહે.ગોપીગામ એમપી વાળાઓના નામ સામે આવ્યા હોય તેમને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે હનીફ જુસબ રાઉમા જાતે સંધી (ઉમર ૩૭) રહે.લાકડીયા નદીપાસે તા.ભચાઉ જી.કચ્છ નામના ઇસમની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં ખોજાખાના શેરી પાસેથી એકટીવા લઈને પસાર થતાં કંચનબેન રતિલાલ ચૌહાણ (ઉંમર ૫૩) રહે.પાવન પાર્ક મોરબી-૨ વાળાના એક્ટિવાને રિક્ષા ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને કંચનબેનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

વૃદ્ધા સારવારમાં

હળવદ તાલુકાના ધનાળા ગામે રહેતા સબળબેન ઉકાભાઇ દલવાડી (ઉંમર ૭૦) તા.૧૯ ના રોજ સાંજના સમયે પોતાના ગામેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે બાઇકમાંથી નીચે પડી ગયા હતા જેથી તેઓને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરતાં અકસ્માતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.




Latest News