મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

ભાવનગરમાં લૂંટ, ધમકી, મારામારી, દારૂ, હથિયાર સહિતના ગંભીર ગુનામાં ફરાર અને પાસાનો આરોપી મોરબીમાંથી પકડાયો


SHARE

















ભાવનગરમાં લૂંટ, ધમકી, મારામારી, દારૂ, હથિયાર સહિતના ગંભીર ગુનામાં ફરાર અને પાસાનો આરોપી મોરબીમાંથી પકડાયો

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે પોલીસે ભાવનગર વિસ્તારના જુદાજુદા બે પોલીસ સ્ટેશનની અંદર હથિયાર, મારામારી, રાયોટીંગ, દારૂ અને ધમકી આપવી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા અને પાસા થયેલ હોય ત્યારથી નાસતા ફરતા ઈસમને બતમીને આધારે મોરબીમાં તેના બહેનના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને હાલ ભાવનગર પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા એલસીબી બ્રાન્ચને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સૂચના કરી હોય તે દરમિયાન એલસીબીનો સ્ટાફ વોચમાં હતો તે દરમિયાન સ્ટાફના ચંદુભાઈ કલોતરા તથા ભરતભાઇ જીલરીયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભાવનગરના જુદા-જુદા બે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને છેલ્લા ઘણા સમયથી પાસા હુકમ થયો હોય નાસતો ફરતો આરોપી મોરબીમાં છુપાયો છે. તેથી પોલીસે રેડ કરી હતી અને હાલમાં મોરબી ખાતેથી હનીફ અવેશ દાદુ કટીયા જાતે મિંયાણા (ઉમર ૩૦) મૂળ રહે.કુંભારવાડા નારી રોડ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર મહેંદી સ્કૂલ પાસે મફતનગર ભાવનગર હાલ રહે.મોરબી ૨૫ વારિયા કંડલા બાયપાસ વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપી સામે ભાવનગરના બોરતળાવ તેમજ રાજગઢ પોલીસ સ્ટેશનમાં ધમકી આપવી, મારામારી, રાયોટીંગ, દારૂ તેમજ હથિયાર સહિત અનેક ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળે છે અને તેના સબબ તેના ઉપર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોય પરંતુ પાસાના હુકમની બજવણી ન થાય તે માટે તે છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હોય તેના વિરૂધ્ધ વધુમાં બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે પાસા કલમ ૩(૨)બી મુજબ ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં પણ તે ઘણા સમયથી નાસતો ફરતો હોય મોરબી ખાતેથી એલસીબીના સાથે બાતમીના આધારે હનીફ કટીયાને તેના મોરબી રહેતા બહેનના ઘરેથી પકડી પાડવામાં આવ્યો હતો અને હવે તેને ભાવનગર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.




Latest News