મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના જેલ ચોકમાં અપશબ્દો બોલીને ઠઠ્ઠામશ્કરી કરનાર બે શખ્સોની ધરપકડ


SHARE

















મોરબીના જેલ ચોકમાં અપશબ્દો બોલીને ઠઠ્ઠામશ્કરી કરનાર બે શખ્સોની ધરપકડ

મોરબી શહેરમાં લુખ્ખા તત્વોને ઝેર કરવા માટે તેને છેલ્લા દિવસોથી મોરબીમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે દરમિયાન મોરબી શહેરના જેલ રોડ ઉપર ચોક પાસે બે શખ્સો દ્વારા જાહેરમાં લોકોને ખલેલ પહોંચે તે રીતે અપશબ્દો બોલીને ઠઠ્ઠામશ્કરી કરવામાં આવતી હતી જેથી કરીને તેની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બંને શખ્સોની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેલ ચોક પાસે ઉભેલા બે શખ્સો દ્વારા જાહેરમાં અપશબ્દો બોલીને ઠઠ્ઠામશ્કરી કરવામાં આવતી હતી અને જાહેરમાં લોકોને ખલેલ પહોંચે તેવું કરવામાં આવતું હતુ જેથી પોલીસે હાજીભાઈ મુસાભાઇ કુરેશી જાતે મતવા (ઉંમર ૩૩) રહે. કબીર ટેકરી શેરી નં-૫ અને ઈસ્માઈલભાઈ હુસેનભાઇ બ્લોચ જાતે મકરાણી (ઉંમર ૨૬) રહે. મકરાણીવાસ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે જીપી એક્ટ કલમ ૧૧૦ અને ૧૧૭ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ભુપેન્દ્રભાઈ વાઘેલા (ઉમર ૩૨) અને રાહુલકુમાર (ઉંમર ૩૦)ને ઈજાઓ થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાહુલકુમારને રાજકોટ રીફર કરવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

માર માર્યો
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાઇન્સનગરમાં રહેતા રાખીબેન ધર્મેન્દ્રભાઈ રાજપુત (ઉંમર ૨૬) નામની મહિલાને તેના પતિ ધર્મેન્દ્રભાઈ રાજપૂતે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા રાખીબેનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News