મોરબીના જેલ ચોકમાં અપશબ્દો બોલીને ઠઠ્ઠામશ્કરી કરનાર બે શખ્સોની ધરપકડ
વાંકાનેરના વીસીપરામાં પતિએ કામ બાબતે ઠપકો આપતા પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ
SHARE









વાંકાનેરના વીસીપરામાં પતિએ કામ બાબતે ઠપકો આપતા પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ
વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારની અંદર પતિએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને માઠું લાગતા પત્નીએ ગળાફાંસો ખાધો હતો અને બહારથી પતિ ઘરે આવ્યો ત્યારે ગળાફાંસો ખાધેલ હાલતમાં તેની પત્નીને જોતા તેને નીચે ઉતારીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને હાલમાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા વિશાલભાઈ બાવરવાના પત્ની હેતલબેન બાવરવા (ઉંમર ૨૯)એ પોતાના ઘરની અંદર ઉપરના માળે લોખંડની એંગલ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાધો હતો જે તેના પતિ જોઈ જતાં તેને તાત્કાલિક નીચે ઉતારીને પ્રથમ સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા હાલમાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને તેના પતિ દ્વારા ઘરકામ બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો જે તેને માઠું લાગતા તેણે પોતાની જાતે ઘરના ઉપરના માળે લોખંડની એંગલ સાથે સાડી બાંધીને આપઘાત કરવા માટે તેને ગળાફાંસો ખાધો હતો દરમિયાન તેના પતિ તેને જોઇ જતાં તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે વધુમાં એવું પણ જાણવા મળે છે કે આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાનો લગ્નગાળો સાડા ચાર વર્ષનો છે અને તેને સંતાનમાં બે દીકરા છે અને હાલમાં તે સંયુક્ત કુટુંબમાં રહે છે પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે રહેતા જયંતીલાલ જાદવજીભાઈ ભલસોડ (ઉંમર ૫૭) ગામ પાસે રિક્ષામાં ચડવા જતા હતા ત્યારે અકસ્માતે તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
માળીયા નજીક આવેલ ટોલનાકા પાસેથી ટ્રક લઈને દોલારામ ગ્વાલેલાલ ગુર્જર (ઉમર ૩૨) રહે જયપુર રાજસ્થાન વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે અન્ય એક ટ્રક સાથે તેનો ટ્રક અથડાતાં પગમાં અને છાતીના ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
