મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)માં પિતાની સાથે ઝઘડો કરનારને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE

















માળીયા (મી)માં પિતાની સાથે ઝઘડો કરનારને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો

માળીયા મિંયાણામાં આવેલ કટિયાવાસમાં પિતાની સાથે ઝઘડો કરનારા શખ્સને સમજવા માટે ગયેલા યુવાનને પડખા અને પીઠના ભાગે છરીના બે ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ગંભીર રીતે ઇજા પામેલા યુવાનને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ યુવાને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા મિંયાણા શહેરમાં જૂના રેલ્વે સ્ટેશનની બાજુમાં વાળા વિસ્તારમાં રહેતા આરીફભાઈ ડાડાભાઈ કટિયા (ઉંમર ૨૮) એ માળિયામાં જૂસબશાહ પીરની દરગાહ પાસે રહેતા દોશમામદ ઉર્ફે બબલુ સદીકભાઇ કટીયા સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી દોશમામદ ઉર્ફે બબલુ તેના પિતા સાથે ઝઘડો કરતો હતો જેથી કરીને આરીફે ઝઘડો ન કરવા માટે કહ્યું હતું અને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ઉશ્કેરાઈ જઈને દોશમામદ ઉર્ફે બબલુએ ગાળો આપી હતી અને ત્યારબાદ પોતાની પાસે રહેલ છરી વળે હુમલો કર્યો હતો અને ફરિયાદીને પીઠ અને પડખાના ભાગે છરીના બે ઘા ઝીંકી દીધા હતા અને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો અને આરીફભાઈએ સારવાર લીધા બાદ દોશમામદ ઉર્ફે બબલુ સદીકભાઇ કટીયાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ
મોરબી નજીકના ઘુટુ ગામ પાસેથી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકના પંડોરા ગામે રહેતા દિપકસિંહ પૃથ્વીસિંહ પરમાર (૨૯) પોતાનું બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થઈ જવાના કારણે દીપકસિંહ પરમારને ઈજાઓ થઈ હતી જેથી તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ નજીક રોડ ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આર્યા કરણાભાઈ ભરવાડ (ઉંમર ૫)ને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News