માળીયા (મી)માં પિતાની સાથે ઝઘડો કરનારને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો
મોરબીમાં સાથે કામ કરતી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ
SHARE









મોરબીમાં સાથે કામ કરતી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ
મોરબીના વાવડી રોડ ઉપર રહેતા પરિવારની સગીર વયની દિકરી કેટરર્સમાં કામ કરતી હતી ત્યાં તેની સાથે કામ કરતા યુવાને તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને સગીરાના ભોળપણનો લાભ ઉઠાવીને તેણીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને સગીરાને જુદીજુદી જગ્યાઓએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે હાલમાં દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરી છે
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર રહેતા પરિવારની સગીર વયની દીકરી કેટરર્સમાં કામ કરતી હોય અને સાથે અવારનવાર કેટરર્સમાં કામ કરતા એક શખ્સના પરિચયમાં આવી હતી.જેથી સગીરાના ભોળપણનો લાભ ઉઠાવીને તે ઇસમ સગીરાનું અપહરણ કરી ગયો હતો.બાદમાં સગીરાને રાજકોટ, ભાવનગર, સુરત સહીતની જગ્યાઓએ લઈ જઈને સગીરાની સાથે દુષ્કર્મ આચર્યું હતું.જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી તે ગુનામાં પોલીસે અપહરણ, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને મેડીકલ પરીક્ષણ બાદ દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કર્યો હતો.હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પીઆઇ એમ.પી.પંડ્યા દ્વારા ગૌતમ ઉર્ફે નિલેશ શાંતિલાલ વોરા (ઉમર ૨૩) ધંધો કેટરર્સકામ મૂળ રહે.રાજપરા તાલુકો શિહોર જીલ્લો ભાવનગર હાલ રહે.શાંતિનગર નવલખી રોડ મોરબી વાળાની ઉપરોકત ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે રહેતો પ્રવીણભાઈ દાનાભાઈ ભાટિયા નામનો ૨૪ વર્ષીય યુવાન મહાદેવગઢ ગામના પાટિયા પાસે સરા રોડ ઉપરથી બાઇક લઇને જતો હતો ત્યારે તેના બાઈકને કોઈ કાર ચાલકે હડફેટે લેતા હાથે-પગે ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના હરીપર ગામના પાટિયા પાસે ઓવરબ્રિજ નજીકથી મોટર સાયકલમાં જતા સમયે મોટર સાઇકલ સ્લીપ થઇ જતા અનિકેત વિલારામ રંદીવે (ઉમર ૨૫) રહે.ચિત્રકૂટ હનુમાન મંદિર પાસે અંજાર (કચ્છ) ને ઇજાઓ થતાં સારવાર માટે મોરબી લવાયો હતો.તેમજ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા ધર્મિષ્ઠાબેન ભાવેશભાઈ સાવરીયા નામના ૩૧ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં મોરબીની વી.સી.હાઈસ્કૂલ પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી જતાં ઇજાઓ થવાથી ધર્મિષ્ઠાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
