મોરબીના સુભાષ રોડે જર્જરિત બિલ્ડિંગમાંથી કાટમાળ તૂટી પડ્યો
SHARE









મોરબીના સુભાષ રોડે જર્જરિત બિલ્ડિંગમાંથી કાટમાળ તૂટી પડ્યો
મોરબીના સુભાષ રોડ ઉપર આવેલ બિલ્ડિંગમાં ઉપરના માળેથી છતનો ભાગ તૂટીને નીચે પડ્યો હતો જોકે સદ્નસીબે આ ઘટના બની ત્યારે નીચે આવેલી દુકાન પાસે કોઈ ગ્રાહકોએ દુકાનદાર ન હતા જેથી કરીને કોઈને ઈજા કે જીવલેણ અકસ્માત સર્જાયો નથી પરંતુ આગામી દિવસોમાં ચોમાસું સક્રિય થશે અને ચોમાસામાં વરસાદના કારણે આવી જ રીતે જો જર્જરિત બિલ્ડિંગમાંથી કોઈ કાટમાળ વ્યક્તિની ઉપર પડશે અને જીવલેણ અકસ્માત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે જેથી કરીને મોરબીના સુભાષ રોડ ઉપર લોટસ ફૂટવેર અને નિકલંઠ સ્ટોરની બાજુમાં આવેલ જર્જરીત બિલ્ડિંગના જર્જરિત ભાગને વહેલી તકે ઉતારી લેવામાં આવે તેવું સ્થાનિક વેપારીઓ સહિત ઈચ્છી રહ્યા છે આટલું જ નહીં મોરબીમાં ચોમાસા દરમિયાન કોઇ જર્જરીત બિલ્ડિંગના કાટમાળ તૂટી પડે અને નિર્દોષ વ્યક્તિનો જીવ લેવાય તેવી ઘટના બને તે પહેલા પાલિકા તંત્ર દ્વારા આવી મોતના માચડા સમાન જર્જરીત બિલ્ડિંગના જોખમી ભાગને ઉતારી લેવામાં આવે તેવી લાગણી અને માગણી મોરબીના લોકો વ્યક્ત કરી રહ્યા છે જોકે નગરપાલિકા દ્વારા આવી કામગીરી કયારે કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે
