માળીયા (મી)ના બગસરામાં વીજ કર્મચારીને બે શખ્સોએ માર માર્યો: આરોપીની પોલીસે કરી ધરપકડ
SHARE









માળીયા (મી)ના બગસરામાં વીજ કર્મચારીને બે શખ્સોએ માર માર્યો: આરોપીની પોલીસે કરી ધરપકડ
માળીયા (મી) તાલુકાના બગસરા ગામે વીજ કંપનીના લાઈન મેન કામગીરી કરવા માટે ગયો હતો ત્યારે કામ પૂરું કરીને જવાનું કહીને ગામના બે વ્યક્તિઓ દ્વારા તેને ગાળો આપવામાં આવી હતી અને ઢીકા તેમજ ઝાપટો મરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વીજ કર્મચારી દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બગસરા ગામના બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરેલ છે
માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામે લોકોના ટોળા દ્વારા વીજ કંપનીના કર્મચારી કલ્પેશ મનજીભાઈ પાંડવ (૪૦) ને માર મારવામાં આવતા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે તેને લઈને આવ્યા હતા અને મોરબી એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ માળીયા મીયાણા પંથકનો હોય ત્યાં પોલીસને બનાવની જાણ કરી હતી અને હાલમાં આ બનાવમાં મૂળ સાબરકાંઠા જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદની સોનીવાડ ખાતે રહેતા કલ્પેશભાઈ મનજીભાઈ પાંડવએ બગસરા ગામે રહેતા સુધીરભાઈ વલ્લભભાઈ કોળી અને પપ્પુભાઈ જેરામભાઈ કોળીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ વીજ કંપનીના લાઇન મેન છે તે આરોપીઓ જાણતા હોવા છતાં પણ ફરિયાદીને કામ પૂરું કરીને જવાનું કહીને તેની ફરજમાં રૂકાવટ કરી હતી અને ત્યારબાદ તેને જાહેરમાં ગાળો આપીને ઢીકા માર્યા હતા અને ઝાપટો મારી હતી જેથી ભોગ બનેલા વીજ કંપનીના કર્મચારી દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બગસરા ગામના બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરેલ છે
