વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની જુદીજુદી સરકારી શાળામાં અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરીને આવકાર


SHARE

















મોરબી જિલ્લાની જુદીજુદી સરકારી શાળામાં અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરીને આવકાર

નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલા અંતર્ગત મોરબી જિલ્લાની જુદીજુદી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરીને શાળામાં આવકારવામાં આવી રહ્યા છે

મોરબી તાલુકાના રફાળેશ્વર, પાનેલી, રવાપર, જોધપર નદી, મકનસરની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો ત્યારે પ્રાથમિક શાળામાં ભૂલકાઓને આગેવાનો અને અધિકારીઓની હાજરીમાં શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ તકે પંચાયત ગામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ અધિકારી એમ.યુ. મોદન, રેન્જ ફોરેસ્ટ અધિકારી સંજયભાઈ ભરવાડ, તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા, સી.આર.સી દીપકભાઈ મેરજા, અગ્રણીઓ જેઠાભાઇ પારેઘી, કેતનભાઈ મારવણીયા સહિતના હાજર રહ્યા હતા તો બગથળાની શાળામાં પ્રવેશોત્સવનું આયોજન થયું હતુ. જેમાં બગથળા કન્યા શાળામાં એપ્પલ હોસ્પિટલના ડૉ.અમિત જે.ગામી દ્વારા કન્યાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.

તાલુકા શાળા નં. ૨
મોરબીમાં તાલુકા શાળા નં. ૨ માં પુર્વ ધારાસભ્ય કાંતીભાઇ અમૃતિયાએ ધો. ૧ માં ૬૧ દીકરીઓને પ્રવેશ અપાવ્યો હતો. અને ખાનગી શાળામાંથી ૩૬ દીકરીઓએ તાલુકા શાળા નં.૨ માં પ્રવેશ લીધો છે આ તકે ધો. ૧ થી ૮ માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા સીલ્ડ અર્પણ કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

ભડીયાદ પ્રાથમિક શાળા
ભડીયાદ પ્રાથમિક શાળા ખાતે ડીડીઓ ભગદેવ અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાની પ્રેરક હાજરીમા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ગત વર્ષમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો અને સ્કૂલના બધાં જ બાળકોને સ્કૂલ બેગ અને સ્કૂલ કીટનું દાતાઓના સહયોગથી આપવામાં આવી હતી ત્યારે દાતા ડાયાભાઈ આદ્રોજા, સવજીભાઈ અઘારા, જ્યંતિભાઈ અઘારા, ગિરધરભાઈ અઘારા વગેરેનું શાલ ઓઢાળીને તેમજ સ્મુતિ ચિન્હથી સન્માન કરાયું હતું.

નવા મકનસર- બંધુનગર શાળા
મોરબી તાલુકાની નવા મકનસરની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં ધો. ૧ ના ૧૧૪ જેટલા બાળકોને કીટ વિતરણ કરી પ્રવેશ અપાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા બંધુ નગર પ્રાથમિક શાળાના આચાર્ય અમૂલ જોષી અને નવા મકનસર પ્રાથમિક શાળાના આચાર્ય કિશોરભાઈ રાઠોડ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

રવાપર નદી શાળા
શ્રી રવાપર નદી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડો.નીતિનભાઈ ફળદુ, ધર્મેન્દ્રભાઈ રંગપરીયા, રવાપર નદી ગામના સરપંચ બલભદ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના હાજર રહ્યા હતા અને હાલ અમદાવાદ નારોલ ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવતા રામદેવસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તરફથી શાળાને માઈક સેટ આપવામાં આવ્યો હતો. તેમજ ઝાલા સહદેવસિંહ નરવીરસિંહ તરફથી બાળકોને શુદ્ધ પાણી પીવા માટે મળી રહે તેવા હેતુથી આરઓ પ્લાન્ટ આપવામાં આવ્યો છે તો રાજુભાઇ દેલવાડિયા તરફથી શાળાના કલરકામની મજૂરીનો ખર્ચ આપવામાં આવેલ છે અને ગ્રામ પંચાયત તરફથી શાળાને સ્માર્ટ ટીવી આપવામા આવ્યું છે અને મહેશભાઈ પટેલ હાઈબોન લેમીનેટ તરફથી દરેક બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. તેવું આચાર્યએ જણાવ્યુ છે

મોટીબરાર પ્રાથમિક શાળા
માળિયા(મી.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ધો. ૧ ના વિદ્યાર્થીઓને તેમજ આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીઓનું તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સ્વ. દિવાળીબેનના સ્મરણાર્થે તેમના પુત્ર ડેનિસ પ્રભાતભાઈ કાનગડ તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તકે જે.આઈ.લેઉઆ, મોરબી જિલ્લા પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, માળિયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ટીડીઓ આર.એ.કોંઢીયા, ચંદુભાઈ લાવડીયા, અમુભાઈ ડાંગર અને સરપંચ સુરેશભાઈ ડાંગર, તેમજ શાળાના નિવૃત્ત આચાર્ય બલભદ્રસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય નિલેશભાઈ રાજપરા તેમજ શિક્ષકોએ ખાસ જહેમત ઉઠાવી હતી.

માણેકવાડા તથા મોટીવાવડી પ્રા.શાળા
માણેકવાડા પ્રા.શાળા તથા મોટીવાવડી પ્રા.શાળાના સયુંકત ઉપક્રમે પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તેમજ એલઈ કોલેજના પ્રોફેસર ડો.રમેશભાઈ ડામોર, માણેકવાડા ગામના સરપંચ બ્રિજરાજસિંહ જાડેજા, કેશવજીભાઈ ચનીયારા, ધનજીભાઈ દંતાલિયા, બચુભાઈ અમૃતિયા, બાબુભાઈ દેલાવાડિયા ઉપસ્થિત રહ્યા હતા અને એનએમએમએસ પરીક્ષામાં મેરીટમાં આવેલ વિધાર્થી કલ્પેશ ચાવડા અને જવાહર નવોદય વિધાલય પરીક્ષામાં મેરિટમાં આવેલ વિદ્યાર્થી ભરત ચૌહાણને ઇનામ આપવામાં આવ્યા હતા અને રતીભાઈ દેત્રોજાએ બાળકોને શૈક્ષણિક કિટ, મહાદેવભાઈ ચનીયારાએ શાળામાં બે સ્માર્ટ ટીવી, સરપંચ બ્રિજરાજસિંહ જાડેજાએ તિથિ ભોજન કરાવ્યુ હતું આ કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી ઉર્વશી ચાવડા અને ભરત ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

ગોરખીજડીયા પ્રાથમિક શાળા
ગોરખીજડીયા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગમાં ધોરણ ૧ માં પ્રવેશતા બાળકોને બેગ કીટ સાથે આપી પ્રવેશ કરાવવામાં આવ્યો અને ધો. ૩થી ૮ ના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ગોરીયા વાસુદેવભાઈ બેચરભાઈ તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. સાથે ખેલ મહાકુંભમાં સારુ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા અને સ્કુલ બેગ શાળાના આચાર્ય કાવર તરફથી આપવામાં આવી હતી અને સરપંચ ગૌતમભાઈ હરજીવનભાઈ મોરડીયાએ બાળકોને નાસ્તો કરાવ્યો હતો

રાતડીયા, મેસરીયા, ભલગામ શાળા 
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલતા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી જિજ્ઞાસાબેન મેરે રાતડીયા, મેસરીયા, ભલગામ અને ઠીકરીયાળા ગામે હાજરી આપી હતી અને સ્વખર્ચે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, પેડ તથા પેન્સિલ રબ્બર સેટ વગેરે ભેટ આપેલ છે આ તકે વાંકાનેર રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી.પી. નરોડિયા, જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા, મેહુલભાઈ, દિવ્યેશભાઈ, ગામના સરપંચઓ, આગેવાનઓ અને લોકો હાજર રહ્યા હતા

લીલાપર પ્રાથમિક શાળા  
લીલાપર-જુના લીલાપર પ્રાથમિક શાળાના સયુંકત ઉપક્રમે  પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, દિનેશભાઈ ગરચર, લીલાપર ગામના સરપંચ અને ઉપસરપંચ સહિતના હાજર રહ્યા હતા અને પ્રવેશ મેળવનાર ભૂલકાઓને પ્રવેશ આપીને પ્રોત્સાહિત કર્યા હતા  આ તકે દાતા વશરામભાઈ હરખજીભાઈ દેથરિયા અને નિલેશભાઈ દેથરિયા દ્વારા  ધો. ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીને સ્કુલ યુનિફોર્મના ટીશર્ટ તથા બંને પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં પ્રવેશ લેતા તમામ વિદ્યાર્થીને સ્કુલ બેગ તથા કીટ આપવામાં આવી હતી તો દાતા સંજયભાઈ રાજપરાએ શાળાના પ્રજ્ઞાવર્ગખંડ માટે ટાઈલ્સની ભેટ તથા દાતા વિજયભાઈ દેત્રોજા અને વિપુલભાઈ દેત્રોજાએ શાળાને કોમ્પુટરની ભેટ આપેલ છે તથા ગીતાબેન દેલાવાડીયા દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની પટેલ શ્રેયા તથા  ઉર્વીએ કર્યું હતું




Latest News