માળિયા (મી)ના બગસરા ગામે મધ્યાહ્ન ભોજનનું નવું રસોડું બનાવવાની માંગ
હળવદના જુના રાયસંગપુરમાં ઘરમાં જુગાર રમતા છ ઝડપાયા
SHARE









હળવદના જુના રાયસંગપુરમાં ઘરમાં જુગાર રમતા છ ઝડપાયા
હળવદ તાલુકાના જુના રાયસંગપુર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હોય પોલીસે ૧૭૬૦૦ રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે જુના રાયસંગપુર ગામે રહેતા ભરતભાઈ લાલજીભાઈ વીસાણીના રહેણાક મકાનમાં જુગાર રમી રહ્યા છે જેથી કરીને પોલીસે તેના ઘરની અંદર જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી ભરતભાઈ વિસાણી તેમજ વાલજીભાઈ વીરજીભાઈ સાતલપરા, ભરતભાઈ દેવજીભાઈ સોઢા, જીવણભાઈ બાબુભાઈ સુરેલા, હમીરભાઇ કરસનભાઈ ચૌહાણ અને નટવરભાઈ કાનજીભાઈ ચાવડા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૭૬૦૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
